ખંભાતના નિત્યાનંદ આશ્રમ ખાતે ભવ્ય હનુમાન ચાલીસાનું આયોજન જયવીર હનુમાન ભક્ત દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો હતો.આ ઉપરાંત અવચરભાઈ રબારી, સુરેશભાઈ રબારી, નિમેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, દિનેશભાઇ રબારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જયવીર હનુમાન ભક્ત મંડળના અરવિંદભાઈ પટેલ, રણજીતસિંહ સિંધા, મનીષભાઈ સરકાર, હિતભા ગોહિલ, જતીનભાઈ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ખંભાતના નિત્યાનંદ આશ્રમ ખાતે જયવીર હનુમાન ભકત મંડળ દ્વારા વર્ષોથી શનિવારના દિવસે ૧૧ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે.જેમાં ખંભાત શહેર સહિત આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લહાવો લે છે.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368