ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ શ્રી શંકરભાઈ ચૌધરી મત વિસ્તારની મુલાકાતે..
થરાદ ના ધારાસભ્ય ની અધ્યક્ષ તરીકે વરણી થતાં સ્થાનિક આગેવાનોએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત..
સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરી વિસ્તારના પ્રશ્નોની માહિતી મેળવી..
થરાદ ના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ આજે તેઓ સૌપ્રથમ વખત થરાદ પહોંચ્યા હતા..
વિધાનસભાના અધ્યક્ષનો પદભાર મેળવ્યા બાદ પોતાના મતવિસ્તારમાં પહોંચેલા શ્રી શંકરભાઈ ચૌધરી નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું..
સ્થાનિક આગેવાનો તેમજ લોકોએ તેમના પ્રતિનિધિને સર્વોચ્ચ બંધારણીય હોદ્દો મળતા તેમને શુભકામનાઓ પાઠવી હતી..
થરાદ વિધાનસભા મત વિસ્તારમાં જંગી બહુમતીથી વિજેતા બનેલા શ્રી શંકરભાઈ ચૌધરીને પક્ષ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ તાજેતરમાં મળેલા એક દિવસીય વિધાનસભા સત્રમાં સર્વાનુમતે બિનહરીફ અધ્યક્ષશ્રી તરીકેની વરણી થયા બાદ આજે શ્રી શંકરભાઈ ચૌધરી પોતાના મતવિસ્તાર થરાદમાં પહોંચ્યા હતા..
જ્યાં થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ થરાદ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું..
થરાદ ખરીદ વેચાણ સંઘમાં મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં ડિરેક્ટરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું..
જ્યારે થરાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને સભ્યો દ્વારા તેમને અધ્યક્ષ તરીકેની નિમણૂક થતા વિશેષ આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું..
પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે પણ વિધાન સભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મુલાકાત કરી વિકાસના કામોની ગતિનો તાગ મેળવ્યો હતો..
જ્યારે આગામી સમયમાં પ્રજાની સુખાકારી માટે વધુ શું કરી શકાય તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા..
થરાદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ અધ્યક્ષશ્રી તરીકે વરણી થતા આજે પ્રથમ વખત આવેલા શંકરભાઈ ચૌધરીને આવકારવા થરાદ તેમજ તેની આજુ બાજુ ના વિસ્તાર માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા..
જે લોકો ને સીધો સંપર્ક કરી તેમના સ્વાગત અને શુભેચ્છાઓ ને નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એ આવકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો..
છેલ્લા કેટલાક દિવસ થી વૈશ્વિક પરિસ્થિતિ જોતા આગામી સમય માં કોરોના નું ગ્રહણ વધુ ઘાતક થાય તો કયા પ્રકારની તૈયારી છે, તે માટે પરિસ્થિતિનો તાગ મેળવવાનો વિધાન સભાના અધ્યક્ષ અને થરાદ ના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી થરાદ ની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા..
જ્યાં તેમણે કોરોના વોર્ડ તેમજ કોરોના સંક્રમણનું વધે તો સરકારી હોસ્પિટલ માં કેટલી સુવિધા ઉપલબ્ધ છે, તેમજ સરકારી હોસ્પિટલને વધુ સુવિધા શું કરી શકાય તે માટે સ્થાનિક ડોક્ટરો તેમજ આગેવાનો પાસે થી સૂચનો મેળવ્યા હતાં..
વિધાનસભા અધ્યક્ષ તરીકે ની મહત્વની જવાબદારી થરાદ ના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી ને મળી હોવા છતાં તેઓ આગામી 25 અને 26 ડિસેમ્બરના રોજ થરાદ ના સરકારી વિશ્રામ ગૃહ ખાતે ઉપસ્થિત રહેશે..
તેમજ જે પણ નાગરિકો ને વિસ્તાર ને લગતી કોઈપણ પ્રશ્ન હોય તો તેઓ તેમનો સીધો સંપર્ક કરી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે..