ડીસા ના રામપુરા માં TDO એ ગ્રામજનો ની સમસ્યાઓ સાંભળી નિરાકરણની બાંહેધરી આપી..
( રિપોર્ટ નીરજ બોરાણા )
ડીસા તાલુકાના રામપુરા ગામે રાત્રિસભા યોજાઇ હતી..
જેમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનો, તલાટી અને સરપંચના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી અને તેના નિરાકરણ માટેની બાંહેધરી આપી હતી.
ડીસા તાલુકાના રામપુરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી આર.એન. રાજપૂતની અઘ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી. જેમાં પંચાયતના અધિકારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને તમામ વિભાગોની વિવિધ સવલતો અને યોજનાઓ વિષે માહિતગાર કર્યા હતાં. સાથોસાથ સરકાર દ્વારા અપાતી સુવિધાઓ, સેવાઓ અને લાભો વિષે પણ લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી..
તાલુકા વિકાસ અધિકારીએ રાત્રિસભાને સંબોધી હતી અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો, રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. તેમજ ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓનું જલ્દી નિરાકરણ આવે તે માટેની તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ ખાત્રી આપી હતી.