મ્હે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ મિલ્કત સંબંધી ગુન્હોઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય. જે અનુસંધાને ના.પો.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના કરેલ હોય,
અને આજરોજ ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા સાહેબશ્રીએ હાલમાં ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં પાણીની મોટર ચોરીના કુલ-૦૪ ગુન્હાઓ જાહેર થયેલ હોય જેથી ખંભાળીયા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. વી.એન.શીંગરખીયા તથા પોલીસ સ્ટાફને પો.સ્ટે. ખાતે મિલકત વિરૂધ્ધના તથા ચોરીના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ દરમ્યાન પો.ઇન્સ. ડી.એમ.ઝાલા સાહેબશ્રી તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ., ખીમાભાઇ કેશુભાઇ કરમુર તથા પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા નાઓને ચોક્કસ ખાનગી રાહે મળેલ હકિકત આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ પાણી ખેંચવાની મોટર(સબ મશીબલ) ચોરીના ગુન્હા કુલ-૦૪ નો ભેદ ઉકેલી કુલ-૦૩ આરોપીઓ સાથે પાણી ખેચવાની મોટર(સબ મશીબલ) કુલ નંગ-૦૮ કુલ કિ.રૂા.૫૭,૦૦૦/- તથા કેબલ વાયર કુલ કિ.રૂા.૫,૫૦૦/- તથા ચોરીનો માલ હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મો.સા. નંગ-૦૧ કિ.રૂા.૧૦,૦૦૦/- તથા પાઇપ તથા કેબલ કાપવા ઉપયોગમાં લીધેલ એક લોખંડની આરી કિ.રૂા.૫૦/- મળી કુલ કિ.રૂા.૭૨,૫૫૦/- ના મુદામાલ સાથે આરોપી ગેંગને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓના નામ-
(૧) સંજયભાઇ સનાઓફ. હમીરભાઇ કારતીયા ઉવ.૨૨ ધંધો-મજુરી રહે.શકિતનગર પાણાખાણ પાસે, ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા (૨) રમેશભાઇ સનઓફ. રામસંગભાઇ મકવાણા ઉવ ૨૭ ધંધો-મજુરી રહે.શકિતનગર પાણાખાણ ધાર ખંભાળીયા જી દેવભુમી
દ્વારકા વાળો હોવાનુ
(૩) કિશનભાઇ સનઓફ, રમેશભાઇ હરીયાણી ઉવ.૨૫ ધંધો-મજુરી રહે.શકિતનગર પાણાખાણ ધાર ઉપર ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા
ગુન્હા મુજબ મુદ્દામાલ રીકવર કરેલ વિગત-
(૧) ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૨૧૩૫૧૪૨૦૨૨ આઇ.પી.સી ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીનો મુદામાલ નં.(૧) પાણી ખેચવાની મોટર(સબ મશીબલ) કુલ-૦૨ કુલ કિ.રૂા.૧૧,૦૦૦/- તથા નં.(૨) કેબલ વાયર કુલ કિ.ણ.૩૫૦૦/- તથા નં.(3) એક લોખંડની આરી કિ. ૫૦/- તથા (૪) હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી નં.જી.જે.૧૦.એસ ૫૮૭૮ કિ.રૂ.૧૦,૦૦૦/-
કબ્જે કરેલ છે.
(૨) ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૨૧૩૫૪/૨૦૨૨ આઇ.પી.સી. ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીનો મુદામાલ નં (૧) એક સ્ટીલની બોડી વાળી સબ મશીબલ મોટર કિશ.૧૫૦૦૦-૪ તથા નં.(૨) કેબલ વાયર આશરે ૭૦ ફુટ જેટલો
કિ.રૂા.૨૦૦૦/- કબ્જે કરેલ છે.
(૩) ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૨૧૩૫૭/૨૦૨૨ આઇ.પી.સી. ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીનો મુદ્દામાલ નં.(૧) એક પાણી ખેંચવાની મોટર(સબ મશીબલ) કુલ નંગ-૦૨ કિ.રૂ.૧૨,૦૦૦/- કબ્જે કરેલ છે.
(૪) ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૨૧૩૬૪/૨૦૨૨ આઇ.પી.સી. ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીનો મુદ્દામાલ નં.(૧) પાણી ખેચવાની મોટર (સબ મશીબલ) કુલ નંગ-૦૩ કુલ કિ.રૂ.૧૯,૦૦૦- કબ્જે કરેલ છે.
આરોપીઓનો એમ.ઓ.ઃ-
ઉપરોકત આરોપીઓ દિવસ દરમ્યાન નદી, તળાવ જેવી સીંચાઇ માટેની જગ્યાઓએ ખેડુતોએ રાખેલ સબ મશીબલ મોટર જોઇ આવી રાત્રીના સમયે જગ્યા ઉપર જઇ આરી વડે મોટરનો પાઇપ કાપી ચોરી કરવાનો એમ ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઝાલા
(૩) પો.હેડ.કોન્સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ)
(૨) પો.સબ ઇન્સ. વી.એમ.શીંગરખીયા (સર્વેલન્સ) (૪) પો.હેડ.કોન્સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર (સર્વેલન્સ સ્ટાફ) (૫) પો.હેડ.કોન્સ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) (૮) પો.કોન્સ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ) (૯) પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)
(૬) પો.હેડ.કોન્સ જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્સ સ્ટાફ) (૭) પો.હેડ.કોન્સ, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)