ભુજ, અબડાસાથી રાપર અને ભચાઉથી લખપત તાલુકા વચ્ચે અંદાજે 300થી વધુ કિલોમીટર જેટલું અંતર ધરાવતા સરહદી જિલ્લામાં હવે શિક્ષણ કચેરીનેય પણ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવાની તાતી જરૂર હોવાનો ગત ઓગસ્ટ માસમાં પ્રસિદ્ધ થયેલા હેવાલ બાદ ગાંધીનગર સ્થિત શિક્ષણતંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શિક્ષણસૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ સરહદી કચ્છ જિલ્લામાં વહીવટી સુગમતા માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ, આર.ટી.ઓ., વન વિભાગ અને ખાણ અને ખનિજ કચેરીના જેમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બે વિભાગ' કરાયા તેમ હવે શિક્ષણમાં પણ શૈક્ષણિક અને વહીવટના સુચારુ સંચાલન માટે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરીનું વિભાજન કરવા ગાંધીનગર સ્થિત કમિશનર શાળાઓની કચેરીએ કવાયત હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર ખાતે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખોલવા અહીંની શિક્ષણ કચેરીમાંથી વિગતો મગાવાઈ છે. પૂર્વ કચ્છ જિલ્લામાં અંજાર ખાતે કાર્યરત થનારી આ કચેરીમાં રાપર, ભચાઉ, અંજાર અને ગાંધીધામની માધ્યમિક શાળાઓને સમાવાશે,
હાલ રાપરમાં 24 સરકારી, નવ ગ્રાન્ટેડ અને પાંચ નોન ગ્રાન્ટેડ, તેવીજ રીતે ભચાઉમાં અનુક્રમે 22 સરકારી, સાત ગ્રાન્ટેડ અને 17 ખાનગી, અંજારમાં 23 સરકારી, ત્રણ ગ્રાન્ટેડ અને 29 ખાનગી તથા ગાંધીધામની સાત સરકારી, 11 અનુદાનિત અને 106 જેટલી ખાનગી શાળાઓ આવેલી છે. આ શાળાઓનો વહીવટ અંજાર ખાતેથી કરાશે.દરમ્યાન આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી' સંજય પરમારનો સંપર્ક કરતાં તેમણે આ બાબતે સમર્થન આપી પૂર્વ કચ્છમાં આવતી શાળાઓની વિગતો મગાવાઈ હોવાનું જણાવ્યું હતું.
જ્યારે પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિએને પૂછતાં તેમણે આવી કોઈ વિગતો તેમની પાસે ન હોવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશાળ જિલ્લામાં વહીવટી સુગમતા ખાતર ગત ઓગસ્ટ માસમાં કચ્છમિત્રમાં અન્ય કચેરીઓની જેમ હવે કચ્છમના શિક્ષણમાંયે પૂર્વ-કચ્છ વિભાજન જરૂરી હોવાનો હેવાલ છપાયો હતો.'