ગુન્હાની વિગતઃ
સંજયભાઇ અભેર્સીંગભાઇ યાદવ , ઉ.વ .૨૩ , રહે. ટીંબી , તા.જાફરાબાદ , જિ.અમરેલી, વાળા ગઇ તા .૧૫ / ૧૨ / ૨૦૨૨ નાં રોજ પોતાના પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય , તા .૧૫ / ૧૨ / ૨૦૨૨ નાં લાક ૦૮/૦૦ થી તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ નાં કલાક ૧૬/૦૦ દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે મકાનમાં પ્રવેશ કરી , ગલ્લામાં રાખેલ રોકડા રૂ .૮૦,૦૦૦ / - ની ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે સંજયભાઇ અભેસીંગભાઇ યાદવએ ફરિયાદ જાહેર કરતા , નાગેશ્રી પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૪૦૨૨૦૪૯૪ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ . ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષક હિમક સિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હરેશ વોરા નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ . એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા એલ.સી.બી.ટીમ દ્રારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા .૨૪ / ૧૨ / ૨૦૨૨ નાં રોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે નાગેશ્રી બસ સ્ટેન્ડ પારોથી એક ઈસમને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ રોકડ રકમ મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મુદામાલ સાથે આગળની કાર્યવાહી થવા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . → પકડાયેલ આરોપીઃ
છગનભાઈ અરશીભાઇ કવાડ , ઉં.વ .૫૨ , રહે.ર્ટીબી , હરીકૃષ્ણ હોસ્પીટલ પાછળ , ગાયત્રી સોસાયટી તા.જાફરાબાદ , જિ.અમરેલી .
રીકવર થયેલ મુદ્દામાલઃ
રોકડા રૂ .૪૦,૫૦૦ / - નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા , તથા પો.કોન્સ . વિનુભાઇ બારૈયા , યુવરાજસિંહ વાળા , લીલેશભાઇ બાબરીયા , ગોકળભાઇ કળોતરા , દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.