વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઈમના ગુનાઓને નાથવા સારુ મેં અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ સાહેબ નાઓએ કડક અને સધન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી ક્રાઇમ -૧ સાહેબ શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એમ.ટાંક સાહેબશ્રીના સુપરવિઝનથી ડી.પો.ઈન્સ પી.એન.ખોખરા નાઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૨૨૨૦૦૦૪૨૦૨૨ ઈ.પી.કો. કલમ- ૪૦૬,૪૨૦,૧૨૦ ( બી ) તથા આઇ.ટી. એક્ટ કલમ – ૬૬ ( સી ) ૬૬ ( ડી ) મુજબના ગુનાની તપાસ સંભાળી લીધેલ જે ગુનાના કામે હકીકત એવી છે કે , ગુનાની ટૂંક વિગત : આ કામનાં ફરીયાદીશ્રી નાઓએ તા . ૨૬/૦૫/૨૦૨૨ થી તા .૩૧ / ૦૫ / ૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન યુરોપીયન ફૂટબોલ ટીમોનાં સ્કોર દેખાડતી એક Dani - data નામની એપ્લીકેશન પોતાના મોબાઈલનાં પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરેલ જે એપ્લીકેશનમાં રોકાણકારો દ્વારા કરવામાં આવતા રોકાણ ઉપર ૦.૭૫ % નફા સાથે પૈસા પરત મળશે તેની ૧૦૧ % ગેરંટી આપવામાં આવતી . મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ થયા બાદ ફરીશ્રીએ પોતાનું યુઝર આઇડી બનાવેલ અને યુપીઆઇ ઓપ્શન સીલેક્ટ કરી સદર એપ્લીકેશનમાં રોકાણ કરેલ . ગત તા . ૦૪/૦૬/૨૦૨૨ નાં રોજ ફરીશ્રીએ પોતાના કરેલ રોકાણનાં વળતર જોવા સારું સદર એપ્લીકેશન ઓપન કરવા પ્રયત્ન કરેલ પરંતુ ટેકનીકલ એરર આવેલ અને બાદમાં ફરીશ્રી દ્વારા પ્લેસ્ટોર પર એપ્લીકેશન ડાઉનલોડ કરવા પ્રયત્ન કરતા સદર Dani - data નામની એપ્લીકેશન પ્લેસ્ટોર પરથી હટાવી લેવામાં આવેલ તેવું જાણવા મળતા ફરીશ્રીને પોતાની સાથે છેતરપીંડી થયેલાનું જણાતા તેઓ દ્વારા સદર ફરીયાદ કરવામાં આવેલ તપાસની હકીકત : સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર ગુ.ર.નં. ૧૧૧૯૫૦૬૨૨૨૦૦૦૪/૨૦૨૨ ઈપીકો કલમ – ૪૦૬ ૪૨૦ ૧૨૦ ( બી ) તથા આઇ.ટી. એક્ટ કલમ – ૬૬ ( સી ) ૬૬ ( ડી ) મુજબનો ગુનો તા .૦૬ / ૦૬ / ૨૦૧૨ ના રોજ સાયબર ક્રાઈમ પો.સ્ટે . પાલનપુર ખાતે નોંધાયેલા ગત તા .૨૯ / ૧૧ / ૨૦૨૨ ના રોજ નોંધાયેલ ગુનામાં ભોગ બનનાર વ્યક્તિઓની સંખ્યા તથા ગુનાનો વ્યાપનાં અનુસંધાને સદર તપાસ સી.આઇ.ડી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુજરાત રાજ્ય , ગાંધીનગરને સોંપવામાં આવેલ . સદર ગુનાની તપાસ દરમ્યાન જાણવા મળેલ કે ૧૧૦૦ થી પણ વધુ વ્યક્તિઓ આ Dani - data નામની એપ્લીકેશનમાં રોકાણ કરી ગેરંટેડ વળતર મેળવવાની લોભામણી લાલયનો ભોગ બનેલ છે તમામ ભોગ બનનાર પાસેથી મેળવેલ માહિતી અનુસંધાને સી.આઈ.ડી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન , ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેનાં તમામ વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ અને અલગ અલગ સર્વીસ પ્રોવાઇડરો મારફતે નાણાનો પ્રવાહ અલગ અલગ બેંકનાં ખાતાઓમાં જતો હોવાનું તારણ કાઢવામાં આવેલ જેનો અભ્યાસ કરતા એક Panther Trading નામની પાર્ટનરશીપ ધરાવતી ફર્મના Axis બેંકના ચાલુ ખાતામાં Dani - data નામની એપ્લીકેશનનાં ભોગ બનનાર વ્યક્તિઓનાં નાણા ગયેલા હોવાનું જાણવા મળેલ . સદર બેંક એકાઉન્ટનાં સ્ટેટમેન્ટ તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ ચેક કરતા ત્રણ પાર્ટનરોનાં નામ મળી આવેલ તથા તા.તા .૦૧ / ૧૦ / ૨૦૨૧ થી તા . ૩૦/૦૯/૨૦૨૧ સુધીનાં બેંક સ્ટેટમેન્ટનો અભ્યાસ કરેલ જેમા રૂ . ૨,૭૧,૨૪,૩૧,૫૯૨ / - જમા થયેલા હોવાનું જણાય આવેલ જે અનુસંધાને સ્થળ તપાસ કરતા આવી કોઇ પાર્ટનરશીપ ફર્મ દર્શાવેલ સરનામે મળી આવેલ નહી . જે સંબંધે તપાસ કરી પુરાવાઓ એકત્ર કરી નીચે દર્શાવેલ આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને વધુ તપાસ હાલ ચાલુ છે પકડાયેલ આરોપીઓનાં નામ અને સરનામા ( ૧ ) દિલિપભાઈ અમરસિંહ બાજીગર ( Panther Trading ના પાર્ટનર ) રહે . ૧૩ , સેવાકુંજ ઝૂંપડપટ્ટી , આદીપુર , કચ્છ . ( ૨ ) દામજી બાબુભાઇ ચૌહાણ ( Panther Trading ના પાર્ટનર ) રહે . પાંચવાડી , એસ.આર.સી.ના મકાનમાં , મેલડીમાતાના મંદીરની બાજુમાં , આદીપુર , કચ્છ , ( ૩ ) જયેશ મુલચંદભાઈ ઘેલાણી ( બનાવટી ખાતાઓ લાવનાર ) રહે . ૩૧૩ , સપનાનગર , ગાંધીધામ , કચ્છ . ( ૪ ) હિતેશ હરીલાલ ચૌહાણ ( બનાવટી ખાતાઓનો ઉપયોગ કરવા આપનાર ) રહે . મકાન નં .૭ પહેલો માળ , વિનાયક સોસાયટી , આદીપુર કચ્છ ( ૫ ) રમેશભાઇ ભરતભાઇ મહેશ્વરી ( Panther Trading ની ઓફીસમાં બેંકનું તથા વહીવટી કામ કરનાર ) રહે . પ્લોટ નં . ૧૭૯૧૮૦ સ્વામીનારાયણ નગર સતાપર રોડ અંજાર , કચ્છ , તપાસમાં ભૂમિકા : ૧૯૩૦ હેલ્પલાઈન ટીમ સદર ટીમ દ્વારા Dani - data નામની એપ્લીકેશનનાં ભોગ બનનાર વ્યક્તિઓનાં નાણા જે બેંક એકાઉન્ટમાં ગયેલા તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કામગીરી કરેલ છે ♦ ટેકનીકલ ટીમ : સદર ટીમ દ્વારા તપાસમાં મળી આવેલ શંકાસ્પદ મોબાઈલ નંબરો તથા ઈ મેઇલ આઇ.ડી. નું એનાલીસીસ કરી આરોપીઓ શોધવાની કામગીરી કરેલ છે .

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |