ધાનેરામાં ઠેર ઠેર મેડિકલ સ્ટોર્સ અને મેડિકલ એજન્સીઓની હાટડીઓ જોવા મળી રહી છે.આ મેડીકલવાળાઓ અને મેડિકલ એજન્સીઓના સંચાલકો ગામડાઓમા બિલાડીના ટોપલી માફક ફૂટી નીકળેલા લેભાગુ અને બોગસ ઉટવૈધોને જથ્થાબંધ દવાઓ વેચાણ આપીને લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રકારના ચેડાંઓ કરી રહ્યા છે.ઉપરાંત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અને દવાઓનુ કોઈપણ પ્રકારનુ જ્ઞાન ના હોવા છતાં ફાર્માસીસ્ટના લાયસન્સ ભાડે મેળવીને નશીલી દવાઓ વેચતા મેડિકલ સ્ટોર સામે હપ્તાના હડમાલામા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.અમુક સમયે જવાબદાર તંત્રના અધિકારીઓ દેખાવ ખાતર અમુક મેડીકલ પર રેડ પાડયાનું નાટક ભજવીને ખીસ્સા ગરમ કરીને રફુચક્કર થઈ જતા હોય છે.ધાનેરાની મેડિકલ સ્ટોરો પર રેડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તો નશાયુકત દવાઓ.સીરપો.અને ગર્ભપાતની કીટોનો મોટેપાયે જથ્થો ઝડપાય તેમ છે.પરંતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરીને મેડીકલ માફીયાઓને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવી રહ્યું છે.ધાનેરામા અમુક મેડીકલ સ્ટોરમાં નશાકારક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર વેચાતી હોવાની ફરીયાદો ઘણા સમયથી થઈ રહી છે અનેક મેડીકલ સ્ટોર તો લાયસન્સ ભાડે મેળવીને મેડિકલ ચલાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રકારના ચેડાંઓ કરવામાં આવી રહ્યા છે.આવા સંચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી છે.