એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.વિશ્વમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે.ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી, એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને.