આટકોટ:- કન્યા શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યાલોકોને તેમના ઘર આંગણે જ મળે તેવા શુભ આશયથી માન.કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ કાર્યક્રમના સ્થળે હાજર રહીયા આ કાર્યક્રમમાં વિચરતી વિમુકત જાતી/જરૂરીયાતમંદ લોકોને ફાળવેલ પ્લોટની સનદ વિતરણ કરવામાં આવશે. બાકી લોકો પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરી શકશે સાથોસાથ આયુષ્યમાન કાર્ડ, વૃધ્ધ–વિધવા સહાયના ફોર્મ, આધારકાર્ડમાં સુધારા, આવક-જાતિના દાખલા, પશુ ચિકિત્સા, આરોગ્ય તપાસ, રેશન કાર્ડમાં નામ દાખલ/કમી/સુધારા, ફુડ કાર્ડ ફોર્મ વિતરણ, પી.જી. વી.સી.એલને લગત કામગીરી, રોપા વિતરણ, જન્મ-મરણ નોંધણી વિગેરે જેવી કામગીરી કરવામાં આવી