કડી તાલુકાના રાજપુર મુકામે આવેલા કનકમણી કંપનીના અંદર જિંદાલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માર્કા મારી સ્ટીલની પાઇપ બનાવતા ઈસમ વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કડી તાલુકાના રાજપુર મુકામે આવેલા કનકમણી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં જિંદાલ પ્રાઇવેટ લિમિટેડ હરિયાણાના ટ્રેડમાર્ક મારીને સ્ટીલની પાઇપ બનાવામાં આવતી હતી. તેવી માહિતી અમદાવાદ વિભાગના જિંદાલ કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિનય શર્માને આજથી 15 દિવસ પહેલા મળતાં તેઓ કડી તાલુકાના રાજપુર મુકામે પહોંચી ગયા હતા.

વિનય શર્માએ તપાસ કરતાં તેઓની જિંદાલ કંપનીના ટ્રેડમાર્ક મારેલી સ્ટેનલે.ઇસ.સ્ટીલ બનાવતી કંપની જેવું માલુમ પડતા તેઓએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી કંપનીના માલિક પ્રિતેશ માલી ઉપર ગુનો દાખલ કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.