ઘરના સભ્યો બાજુના ખેતરમાં છાર લેવા ગયા અને પુત્ર ગૂમ થઈ ગયો...
દિયોદર તાલુકાના ધુણસોલ ગામે થી એક 13 વર્ષ નો બાળક ગૂમ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જે અંગે દિયોદર પોલીસ મથકે અપહરણ ની ફરિયાદ નોંધાઇ છે
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ધુણસોલ ગામે રહેતા રમેશભાઈ પરમાર નો પુત્ર નિતેશ જે ધોરણ ૯ સુધી અભ્યાસ કરેલ છે જે તારીખ ૨૨/૧૨/૨૦૨૨ ના રોજ ઘર આંગણે રમતો હતો તે સમય ઘર ના સભ્યો બાજુના ખેતરમાં છાર લેવા ગયા હતા તે સમય એકાએક નિતેશ ગુમ થઈ ગયો હતો જેમાં મોડી રાત સુધી ઘરે પરતના ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જેમાં સગા સબંધી માં પણ બે દિવસ સુધી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ના મળતા રમેશભાઇ પરમારે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે અપહરણ નો ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે જેમાં કોઈ પણ આ બાળક નજર આવે તો દિયોદર પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે