ખંભાત તાલુકા સેવા સદનમાં આવેલી સીટી સર્વે કચેરીમાં દસ્તાવેજ આધારે ફેરફાર નોંધ તથા પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવવા માટે ૩૫૦૦/-રૂ.ની લાંચ લેતા ઇન્ચાર્જ સર્વેયરને આણંદ એસીબીએ રંગેહાથે પકડી પાડતા ખળભળાટ મચી ગયો છે.

ખંભાતના સીટી સર્વે કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયર તરીકે આરીફ મુસ્તુફાખાન પઠાણ (રહે.નાપા તળપદ, બોરસદ) ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.જેનું રેગ્યુલર પોસ્ટિંગ તારાપુર ખાતે મેન્ટેનન્સ સર્વેયર તરીકે છે.ગતરોજ ખંભાતના ઝંડાચોકની લાલજીની પોળ પાસે આવેલા આશરે ૨૨૦ ચોરસ ફર જેટલી ખૂલ્લી જમીન ગામના જ વ્યક્તિએ ખરીદી હતી.જેના દસ્તાવેજ આધારે સીટી સર્વે કચેરી ખંભાત ખાતે ફેરફાર નોંધ તથા પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરવા માટે તેઓએ ૨૦૨૨ના રોજ અરજી કરી હતી.જો કે આરીફ પઠાણે એન્જીનયરને ફોન કરી અરજી રિજેક્ટ થઈ હોવાનું જણાવ્યું હતું.આથી ૪થી નવેમ્બર એન્જીનીયરની  રૂબરૂ મળી આરીફ પઠાણે ફેરફાર નોંધ માટે ૩૫૦૦/- રૂ.ની માંગણી કરી હતી.જેથી એન્જીનયરે સહમતી બતાવી હતી.ત્યારબાદ એસીબીને જાણ કરતા શુક્રવારે છટકું ગોઠવી તેને લાંચ લેતા રંગેહાથે ઝડપી.પાડ્યો હતો.આજરોજ તેને કોર્ટમાં રજૂ કરાશે.

(સલમાન પઠાણ-ખંભાત)