ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ નાં કાઉન્સિલર રજ્જાક પટેલ દ્વારા પોતાના વિસ્તારનો જાહેર ઉપયોગમાં આવનાર રોડ નગરપાલિકાની મંજૂરી વગર તોડી પાડવામાં આવેલ હતો. અને ત્યાં નવીન રોડ પોતાના ખર્ચે બનાવશે તેવું સાંભળવા મળ્યું હતું. પરંતુ નગરપાલિકાનો રોડ મંજૂરી વગર તોડતા નગરપાલિકાની મિલ્કતને નુકશાન કરતાં નગરપાલિકા દ્વારા તેનો ખુલાશો માંગવામાં આવેલ હતો. જો રજ્જાક પટેલ નોટિસનો જવાબ આપેલ મુદતમાં નહીં આપેતો તેમના પર કાયદેસરના પગલાં લેવા માટેની નોટિસ નગરપાલિકા દ્વારા ફટકારવામાં આવેલ છે.
રિપોર્ટ -રાજ કાપડિયા
રજ્જાક પટેલની તરફેણમાં તેમના જ વોર્ડનાં લોકો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને એક લેખિત અરજી આપેલ છે તેમાં ત્યાં વસનાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા માંડલી ફળિયામાં લખારવાડીનો રોડ જે પહેલા બિસ્માર હાલતમાં હતો અને જેથી ત્યાંથી નીકળનાર રાહગીરને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ હતો. તેથી ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમજ અવરજવર કરનાર રાહગીરોને ખૂબ જ તકલીફ પડતી હતી. રજ્જાક પટેલને ત્યાં રહેનાર સ્થાનિકો દ્વારા રસ્તો બનાવવા રજૂઆત કરેલ હતી. જેથી રજ્જાક પટેલને સ્વખર્ચે રસ્તો બનાવવા દેવાં માટેની એક અરજી વોર્ડ નંબર 2 નાં રહીશો દ્વારા નગરપાલિકાને આપવામાં આવેલ છે.આવનાર નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી દરેક નગરપાલિકાના કાઉન્સિલરો પોતાના વિસ્તારમાં કામો કરી લોકોનું મન જીતવાનો પ્રયત્ન કરી રહેલ છે. દરેક વિસ્તારમાં અલગ અલગ કામો ચાલુ થતાં ચૂંટણી જીતવા માટેના પ્રયાસો દરેક કાઉન્સિલરો કરવાં લાગ્યાં છે. નગરપાલિકાના અમુક કાઉન્સિલરો દ્વારા નગર કે વિસ્તારની કોઈ કામગીરી જોવાઈ રહી ન હોવાથી આડેધડ કામગીરી કરતા અલગ અલગ વિસ્તારોમાં વિવાદો સર્જાઈ રહ્યા છે.