હાલોલ ખાતે આવેલ કુમારશાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર ધ્વારા કોરોના દરમ્યાન થયેલ લર્નિગ લોસને ધ્યાનમાં રાખી લખાયેલા પુસ્તક "લાગે છે ગણિતનો ડર.. તો ચિંતાના કર" પુસ્તકનો વિમોચન કાર્યક્રમ ડૉ.નિખિલ દેસાઈ સાહેબ ના અઘ્યક્ષપણામાં યોજાયો.
જેમાં કન્યા શાળા હાલોલની બાલિકાઓ ધ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કરાયું હતું.ત્યારબાદ મેહમાનો પધારેલ મેહમાનો ડૉ.નિખિલ દેસાઈ સાહેબ,ડાયેટ પંચમહાલના સિનિયર લેક્ચરર બી એમ.સોલંકી સર,tpeo સોનલબેન રાઠોડ, BRC કો- ઓરડીનેટર હાલોલ પીરજાદા સાહેબ,બીટ કે.નિરીક્ષક ભગવતી મેડમ તેમજ પ્રાથમિક ઘટક શિક્ષક સંઘના મંત્રી બાબુભાઇ સંગાડા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રમુખ અતુલભાઈ, મંત્રી કલ્પેશભાઈ પટેલ, તેમજ crc કો.ઓરડીનેટર વિઠ્ઠલપુરા દર્શનભાઈ,પૂર્વ કો.ઓરડીનેટર રાજુભાઈ પ્રજાપતિ,તાલુકા શિક્ષક મંડળીના ચેરમેન દિનેશભાઇ સોલંકી smc.સભ્યો અને જનવિકાસ ટ્રસ્ટના સભ્યોનું આચાર્ય દિનેશભાઈ પરમાર ધ્વારા શાબ્દિક અને ત્યારબાદ સ્ટાફ સભ્યો ધ્વારા પુસ્તક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું. ત્યારબાદ પુસ્તકવિમોચન કાર્યક્રમના અઘ્યક્ષ ડૉ.નિખિલદેસાઈ સર ,ઉપસ્થિત ડાયેટ લેક્ચર બી.એમ સોલંકી સાહેબ તેમજ મહેમાનોના હસ્તે ગણિત પુસ્તક *લાગે છે ગણિતનો ડર....તો તુ ચિંતા ના કર* નું વિમોચન કરવામાં આવ્યુ ત્યારપછી પુસ્તકના લેખક પ્રવીણભાઈ પરમાર ધ્વારા ઉપસ્થિત મેહમાનો,શિક્ષક ગણ,smc સભ્યો,વિદ્યાર્થીઓને પુસ્તક વિશે તેમજ તેની ઉપયોગીતા વિશે વક્તવ્ય ધ્વારા માહિતી આપવમાં આવી.
પધારેલ મેહમાનોમાંથી શ્રી.બી એમ.સોલંકી સાહેબ ડાયેટ, BRC પીરજાદા સાહેબ તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી અને લેખક બાબુભાઇ સંગાડા તેમજકાર્યક્રમના અઘ્યક્ષ અને મુખ્ય અતિથિ ડૉ.નિખિલ દેસાઈ સાહેબ ધ્વારા પુસ્તક વિશે પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યુ.
લખાયેલ પુસ્તકમાં ધો.3 થી 8 ના વિદ્યાર્થી ને કોરોના દરમ્યાન થયેલ લર્નિગ લોસને પુરવામાં માત્ર હાલોલ તાલુકાના બાળકોને જ નહી પણ પંચમહાલના અન્ય તાલુકાના બાળકોને પણ ઉપયોગી નીવડશે. કાર્યક્રમના અંતે કન્યાશાળાના આચાર્ય ભગવતી મેડમ ધ્વારા ઉપસ્થિત સૌ મેહમાનો નો આભાર માન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન સી.આર.સી.કો.ઓરડીનેટર બાલકૃષ્ણ પટેલ ધ્વારા કરવામાં આવ્યુ હતું.