પાલનપુર ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ઓનલાઈન સટ્ટો રમતા 3 સટ્ટોડિયા ઝડપાયાં.. 

પાલનપુર માં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં એક દુકાન બહાર ત્રણ શખ્સો મોબાઈલ પર પૈસા ની હાર જીત માટે ઓનલાઈન ક્રિકેટ અને કસીનો ની વિવિધ ગેમોનો સટ્ટો રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસ ની ટીમે આ ત્રણેય ઈસમોની અટકાયત કરી..

મુદ્દામાલ કબ્જે લઈ આગળ ની તપાસ હાથ ધરી છે.

પાલનપુર માં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં એક દુકાન આગળ ત્રણ ઈસમ મોબાઈલ પર ઓનલાઈન ક્રિકેટ નો સટ્ટો રમી રહ્યા હોવાની બાતમી પોલીસ ને મળી હતી..

જે બાતમીના આધારે પોલીસ ની ટીમે ઓચિંતી રેઇડ કરીને મોબાઈલ પર આઇડી બનાવી ક્રિકેટ મેચ તેમજ કસીનો ની વિવિધ ગેમો પર પૈસા ની હાર જીત પર સટ્ટો રમતાં કલ્પેશ ગોવિંદભાઇ ચૌહાણ રહે તિનબત્તી હાલ રહે ગોવિંદા નગર લાલવાડા રોડ પાલનપુર, મયુર ઉર્ફે ભોલો પ્રવીણ મોદી રહે ગોવિંદા નગર લાલવાડા રોડ પાલનપુર અને ભાયચંદ મોતીભાઈ પ્રજાપતિને સટ્ટો રમતા ઝડપી પાડ્યાં હતા..

જે બાદ તેમની પાસેથી રૂપિયા 6 હજાર ની કિંમતના બે મોબાઈલ અને રૂપિયા 100 રોકડ રકમ મળી કુલ 6 હજાર 100 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય ઈસમ ને સામે પૂર્વે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..