કડી તાલુકાના વામજ ગામે આધેડ પોતાનું સ્કુટી લઈને ખેતરમાં આવેલ બોર ખાતે ગયા હતા. જ્યાં ત્રણ શખ્સો ધોકા અને પાઇપો લઈને તૂટી પડ્યા હતા અને આધેડને અધમુવા કરી નાખ્યા હતા. જે બાદ આધેડને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કડી પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કડી તાલુકાના વામજ ગામે રહેતા કનુભાઈ પટેલ કે જેઓ હાલ ખેતમજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓની ઉંમર 77 વર્ષ છે, જેઓ ગામની સીમમાં આવેલ તેમના ખારા તરીકે ઓળખાતા બોરે સ્કુટી લઈને ગયા હતા. જ્યાં ખેતરમાં બોરનું કેટલું ખોલી અંદર ગયા હતા. જ્યાં થોડીક જ મિનિટોની અંદર તેમના કુટુંબિક ભત્રીજા ભરત, મહેન્દ્ર અને સાહિલ ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા. આવીને કહેવા લાગ્યા હતા કે, અલ્યા કન્યા તને ખબર નથી પડતી 23 તારીખે મુદત છે, તો કેસ પાછો ખેંચી લેવાની. તેમ કહી મારી નાખવાની ધમકીઓ આપવા મંડ્યા હતા.

જે દરમિયાન મહેન્દ્ર બોલ્યો કે, હવે 23 તારીખની શું રાહ જોવ છો, આજે જ પાડી દો ને. તેમ કહીને આવેલા ત્રણેય ઈસમો આધેડ પર ધોકા અને પાઇપો લઈને તૂંટી પડ્યા હતા. જ્યાં મહેસાણા સેશન કોર્ટની અંદર ચાલી રહેલ કેસ બાબતે સમાધાન કરવાની વાત કરીને આધેડના પગે અને હાથે તેમ જ માથાના ભાગે ધોકા પાઈપો લઈને તૂટી પડતાં તેઓ બુમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે કલોલ રાજેશ્વરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આધેડ કનુભાઈ પટેલને હાથે અને પગે ફેક્ચર થયું હોવાથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે કડી પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.