ડીસામાં સવા બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બન્યા બાદ ગાયત્રી મંદિર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન હલ થયો નથી . જેથી આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નેશનલ હાઇવેના અધિકારીઓ તેમજ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરને સાથે રાખી વાહનચાલકોની મુશ્કેલીઓ નિવારવા પુલ નીચે કેટલીક જગ્યાએ જાળી હટાવવા તેમજ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા સ્થળની મુલાકાત લઈ એક સપ્તાહમાં પ્રશ્ન હલ કરવા સૂચના આપી હતી.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા