શ્રી નવદુર્ગા વિદ્યાલય માં આરોગ્ય લક્ષી કાર્યક્રમ  યોજાયો

ગુજરાત સરકાર રાજ્યની આરોગ્ય ની સતત ચિંતા કરે છે. રાજ્યની પ્રજા નું આરોગ્ય સુધરે તે માટે સતત કાર્યશીલ રહે છે. "ટીબી હારેગા દેશ જીતેગા" સહિતના કાર્યક્રમ યોજી આરોગ્ય નું ધ્યાન રાખવામાં આવી રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાંકરેજના ઝાલમોરના મેડિકલ ઓફિસર ડોક્ટર મંજીત રાવ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત શાળા પરિવારે પધારેલ મહેમાન નું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ટી.બી અને એચ આઇ.વી રોગોની માહિતી આપવામાં આવી હતી.શાળાના આઠ બાળકોએ ટી.બી કઈ રીતે થાય છે તેને કઈ રીતે રોકી શકાય તેમજ એચ આઇ.વી કઈ રીતે થાય અને એને રોકવા માટેના ઉપાયો રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ ડોક્ટર મંજિત રાવ તેમજ લાલજી ભાઈ જોશી દ્વારા પણ આરોગ્યનીલક્ષી પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળા ના પ્રમુખ શ્રી લેબુજી ઠાકોર તેમજ સી.એચ ઓ મહેશભાઈ, એમ.પી.એચ ડબલ્યુ હસમુખભાઈ, એફ.એચ. ડબલ્યુ કૈલાશબેન, શાળાના આચાર્ય કંચનજી ઠાકોર, શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષક રઘુભાઈ નાઈ એ કર્યું હતું....