દેવગઢ બારીઆ નગરપાલિકાના બે દિવસ થી દબાણ હટાવતા ખળભળાટ મચી જવા પામી

દેવગઢબારીઆ નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ કરીને ઘંઘો રોજગાર કરતાં વેપારીઓ ને નોટિસ પાઠવી ને એક દિવસ નુ અલ્ટીમેટમ આપ્યા બાદ આજરોજ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે નગરમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નાની નાની લારી ગલ્લા ચલાવી ને પોતાના પરિવાર નુ ભરણપોષણ માડ કરતાં ગરીબો ને તો દબાણ તો દૂર કરવામાં આવ્યું છે પણ માલેતુજાર ના ગેરકાયદે દબાણ દૂર કરેછે કે કેમ ગેરકાયદેસર બાધકામો પણ સમાવેશ થાય છે.