મિતિયાળા ગામે આજે એકાદ માસ જેવા સમય થી સતત ધરતી કમ્પના આંચકા અનુભવાઈ રહ્યા ના સમાચારો TV ના પરદા પર વહેતા થતા ભારત ભરમાં જાણીતું બનેલ મિતિયાળા ગામ મા તાબડતોબ ગાંઘીનગર થી સાયન્સ અને ટેકનોલોજી સેન્ટર ના બે વિજ્ઞાનીકો મિતીયાળા ગામે આવી પહોંચેલ સાથે કલેકટરની સુચનાથી ડિઝાસ્ટર મામલતદાર ભાડ , ડિઝાસ્ટર પ્રોજેકટ ઓફીસર તેરૈયા , પ્રાંત અધિકારી સાવરકુંડલા , મામલતદાર સાવરકુંડલા , ઇન્ચા.તાલુકા વિકાસ અધિકારી સાવરકુંડલા સહીત સ્થાનિક તંત્રની ટીમ પણ પહોંચી જઇ કેમ્પ કરેલ . અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામ જનોને ભુકંપ ની પ્રક્રિયા સમજાવી અને ભય નહી અનુભવવા વૈજ્ઞાનીક રીતે સમજણ આપી . જેમાં તેમની સાથે સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી , તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા , જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઇ મોર , શરદભાઇ ગૌદાની , તા.પં.પ્રમુખ પ્રતિનીઘી લલીતભાઇ બાળઘા , સરપંચ મનસુખભાઇ મોલડીયા, જાબાળ ગામના પૂર્વ સરપંચ ભુપેન્દ્રભાઈ, વિગેરે લોકો એ મિતિયાળા ગામે દોડી જઈ કેમ્પ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.