તળાજાના નેશીયા ગામના યુવકને ટીમાણા ગામના ઈસમો સાથે રોડ પર બાઈક ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જેને લઇ ટીમાણા ગામના ઈસમોએ ઉશ્કેરાઈ છરી વડે હુમલો કરી હાથ અને ખામાના ભાગે ત્રણ જેટલા ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
બનાવ અંગે તળાજા પોલીસ તથા ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે નેશીયા ગામે રહેતા અને જંતુનાશક દવાની કંપનીમાં નોકરી કરતા અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ (ઉ.વ. ૨૫) આજે બપોરના સુમારે બાઈક લઇ કુંઢેલી ગામે દવા આપવા જઈ રહ્યા હતા. ત્યારે ટીમાણા ગામ ખાતે સામેથી આવતા ત્રિપલ સવારી બાઈક ચાલકએ કાવું મારતા બોલાચાલી થયેલ. જેને લઇ ટીમાણા ગામના બાઈક ચાલકે ઉશ્કેરાઈ જઈ છરી કાઢીને અર્જુનસિંહને ખભા તથા હાથના ભાગે એમ અલગ અલગ ત્રણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડતા તેને ઈજાગસ્ત હાલતે તળાજા સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ સદવિચાર સારવાર લેવાની ફરજ પડી હતી.
બનાવના સૂત્રધારને ટીમાણા ગામના અશક્ષક કુરેશી તથા તેના પિતા રસુલ કુરેશી જે ફરીયાદના પગલે પો.ઇ એ.આર.વાળાએ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી