બે દિવસ વિવિધ શાળાઓ દ્વારા પ્રવૃતિઓ રજૂ કરવામાં આવશે...

દિયોદર શાળા નંબર 2 ખાતે જી સી ઇ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ 2022 પ્રદશર્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની ઉપસ્થિતમાં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં 2022 તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ વિશે બાળકો ને માહિતીગાર કર્યા હતા જેમાં 21 અને 22 ડિસેમ્બર બે દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે જેમાં વિવિધ શાળાઓ પણ ભાગ લેશે આ કાર્યક્રમ માં પ્રાંત અધિકારી વી એન સરવૈયા ,તાલુકા શિક્ષણ અધિકારી હસુમતીબેન,તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા,કારોબારી અધ્યક્ષ માનજીભાઈ જોશી,લાયજન અધિકારી પી એમ બારડ, શાળા આચાર્ય ભદ્રસિંહ રાઠોડ,શિક્ષક જામાભાઈ પટેલ વગેરે શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા