માનવતા ના દર્શન કરાવતા ડૉ કિરણભાઈ પારેખ,,વર્તમાન સમયમાં અનેક લોકો સેવાની પ્રવુતિ કરતા જોવા મળે છે. અનેક લોકો માં માનવતા ના દર્શન થતા હોય છે.ત્યારે તાજેતર માં પારેખ સમાજ ના ડૉ. કિરણભાઈ દ્વારા માનવતા ના દર્શન થયા છે. વાત કરીએ તો જલોયા ગામ ના છોટુભાઈ ધારશી ભાઈ ઠાકોર તારીખ ૧૯ ના રોજ રાત્રે અકસ્માત થતા તેમને ડીસા ખાતે લઈ જવાયા હતા. જોકે ડીસા હોસ્પિટલમાં આઠ- દસ લાખ નો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે છોટુભાઈ આર્થિક સ્થિતિ ન હોવાથી લોકો જોડે મદદ પણ માંગી હતી. જોકે ત્યાર બાદ બનાસકાંઠા ના સુઈગામ ના વતની અને હાલ અમદાવાદ માં પ્રાઈમ હોસ્પિટલ ચલાવતા ડૉ. કિરણભાઈ ને કહ્યું કે તમે કંઈક મદદ કરો ત્યારે કિરણભાઈ એ કહ્યું આપડી અમદાવાદ હોસ્પિટલમાં લાવી દો.ત્યારે ડૉ. કિરણભાઈ પારેખ ની વાત કરતા એમને કહ્યું કે આપડી હોસ્પિટલમાં જેતે ખર્ચ થતો હશે એમાં પચાસ ટકા નહીં લઈ.ખરેખર કિરણભાઈ પારેખ એ નાઈ સમાજ નું ગૌરવ છે. અત્યારે કિરણભાઈ ના આ કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે....