ખં ભાતનું આ સ્થળ, પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે

 ખંભાત થી માત્ર ૩ કિમીના અંતરે આવેલા મીની કેરેલા ગણાતા નેજા હાલમાં બેવડી ઋતુમાં ખીલી ઉઠ્યું છે. અહી વિશાળ ઊંચા તાડના વૃક્ષો, હરિયાળા ખેતરો, છલકાતા નિકાસ અને તળાવને કારણે સુંદરતામાં વધારો થતા પ્રવાસીઓ મોટા પ્રમાણ માં આં કુદરતી પ્રકૃતિ નિહાળવા અહી દૂર દૂર થી પર્યટકો આવે છે અને આ કુદરતી નજારા ને પોતાના કેમેરા અવશ્ય કેદ કરે છે અહીં ખંભાત બહાર વસતા ખંભાતીઓ હાલમાં મોટી સંખ્યામાં ખંભાતમાં આવ્યા હોઈ નેજા સવાર સાંજ લટાર મારવા અવશ્ય આવે છે આ ગામ માં કેટલીક ફિલ્મો ના શૂટિંગ માટે અહી ખેચાય આવે છે અને કેટલીક ફિલ્મ કે આલ્બમ નું શૂટિંગ પણ થયેલું છે અહીંયા આં નૈસર્ગિક વાતવરણ અને ગ્રીનરી અને ઊંચા ઊંચા તાડ ના વૃક્ષો હોવાને કારણે સ્વર્ગ જેવો માહોલ જોવા મળે છે. રજા ના દિવસો માં તેમજ શની રવી ની રજા ઓમા અહી માનવ મહેરામણ ઊમટી પડે છે નાના બાળકો યુવાનો અને વૃદ્ધ પણ આં વિસ્તાર માં નૈસર્ગિક વાતવરણ માણવા ઊમટી પડે છે ખંભાત પ્રશાસન સંવેદના થી આં વિસ્તાર માં મૂળભૂત સુવિધા પીવા ના પાણી ની સમસ્યા જો દૂર કરવા માં આવે તો આ વિસ્તાર ફક્ત ગુજરાત રાજ્ય જ નહિ પણ આખા દેશ માંથી પર્યટકો ઉમટી પડશે જેનાથી રોજગાર ની નવી તકો મળશે તેમ સ્થાનિક વિસ્તાર નો વિકાસ પણ થશે આવું છે ગુજરાત નું મીની કેરાલા ખંભાત નું નેજા ગામ...એકવાર શિયાળા ની શરૂઆત માં અવશ્ય મુલાકાત લેવા જેવી છે જેમાં પ્રકૃતિ સાથે તમારો સીધો સંપર્ક જોવા મળશે.....