આજ રોજ કોડીનાર તાલુકા ના ઘાંટવડ ના સગદડ વાડી વિસ્તાર માં માનવ ભક્ષી દીપડા આધેડ મહિલા ઉપર હુમલો કર્યો હતો મહિલા નું ઘટના સ્થળે મુત્યુ નીપજ્યું હતું મોડી રાત્રિના સમયે માનવ ભક્ષી દીપડાએ કર્યો હુમલો

દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મૂકી કાર્યવાહી શરૂ કરી હતી 

કોડીનાર ના ઘાંટવડ ગામે માનવભક્ષી દીપડાના આતંકના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આ વિસ્તારમાં દીપડાનો આતંક પહેલાથી જ જોવા મળી રહ્યો છે, આજ સાંજ ના આઠ વાગ્યા ના સુમારે ઘાંટવડ ગામે દીપડાએ એક મહિલા અંતુ બેન ગંભીર સિંહ ઝાલા ઉપરજીવણેણ હુમલો કર્યો છે, જેમાં અંતુ બેન નું મોત નિપજ્યું છે જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે,આ ઘટનાની ઘાંટવડ ના સરપંચ અબ્દુલ ભાઈ મહેતર અને આજુ બાજુના ખેડૂતો ને અને જાણ થતા વન વિભાગ વાળા ને જાણ કરતા વન વિભાગને ઘટનાસ્થળે પહોચી હતી અને દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હુમલામાં એક મહિલા નું મોત થયું હતું અને કોડીનાર હોસ્પીટલ ખાતે પોસ્ટ મટન માં મોકલવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ ગીર સોમનાથ ના કોડીનાર માં દીપડાનો આંતકની અવાર નવારના સમાચાર આવતા હોય છે, આ ઘટનાથી હાલ ગામના લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામજનો ડરી ગયા છે.

હવે વન વિભાગ શું પગલાં ભરે તેની લોકો રાહ જોઈ ને બેઠા છે 

રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના