સાઠ ગામે મસાલાના પૈસા લેવા બાબતે બોલાચાલી બે વ્યક્તિ ઈજાગ્રસ્ત 

તારાપુરના સાઠ ગામે રહેતા અમિતભાઇ સાગરભાઇ રાઠોડની દુકાને સાંજના સમયે તેઓના કાકી લલીતાબેન રમણભાઇ ઘેલાભાઈ રાઠોડ મોર્સ લેવા આવેલ તે સમયે ગામના જ ગણપતભાઇ ભુપતભાઇ રાઠોડ આવ્યા હતા ત્યારે અમિતે મસાલાના ૨૦ રૂપિયા માંગતા ગણપતભાઇ ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો બોલી જણાવતા હતા કે તું મારી પાસે સેના પૈસા માંગે છે તેમ કહી ઝધડો કરેલ બાદમાં દુકાન બંધ કરી અમિત ધરે જતો રહેલ તે સમયે ગણપતભાઇ ભુપતભાઇ રાઠોડ તેમજ વિજયભાઇ દશરથભાઇ રાઠોડ તેઓના ધરે જઈ લલીતાબેન અને અમિત સાથે ઝધડો કરી ગાળો બોલવા લાગ્યા હતા જેથી ગાળો બોલવાની ના પાડતાં ગણપતભાઇ એ હાથમાં રહેલ પાઈપ લલીતાબેનને મારી દેતાં હાથની કુણી મા અને અંગુઠા પર ઈજાઓ થયેલ તેમજ ઉપરાણું લઈને આવેલ અમિતભાઇ વચ્ચે પડતાં તેઓને વિજયભાઇએ હાથમાં રહેલ લાકડી ડાબી આંખની સાઈડમાં ઈજાઓ પહોચાડી જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તારાપુર પોલીસ મથકે લલીતા બેનની ફરિયાદના આધારે ગણપતભાઇ ભુપતભાઇ રાઠોડ તેમજ વિજયભાઇ દશરથભાઇ રાઠોડ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે