ફિલ્મ અભિનેતા શાહરૂખ અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનો ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં ફિલ્મના બેશરમ રંગ ગીતના રિલીઝ થયા બાદ ઠેર-ઠેર જગ્યાએ ફિલ્મને બોયકોટ કરવામાં આવે તેવો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ફિલ્મને બોયકોટ કરવા માટે રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
ત્રણ દરવાજા ટાવર ખાતેથી રેલવે સર્કલ સુધી રેલી યોજી ફિલ્મ અને શાહરૂખ ખાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરો. શાહરૂખ ખાન મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત ભરમાં હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવા આદિ અનાદી કાળથી ભારતીય સંતો અને આપણા વિરો દ્વારા સંસ્કૃતિનું રક્ષણ થતું રહ્યું છે. શાહરૂખ જેવા હીરો અશ્લીલ ફિલ્મો બતાવી સંસ્કૃતિ પર જે ઘા કરી રહ્યા છે તે સાંખી લેવામાં આવશે નહિં. હિન્દુ જાગૃત થઈ પઠાણ ફિલ્મનો ગુજરાત રાજ્ય અને ભારત વર્ષમાં તમામ જગ્યાએ એનો બહિષ્કાર કરશે. તેમજ આવા અભિનેતાઓને ઘર ભેગા કરીને આતંકવાદી તરફી જે માનસિકતા છે એને દૂર કરવા માટે શબખ શિખવાડવો જરૂરી છે.