કડી તાલુકાના જાસલપુર ગામેથી મામા અને તેમનો ભાણો તેમજ મામાનો દીકરો બાઈક પર સાથે કલોલ તાલુકાના બોરીસાણા ગામ તરફ જઈ રહ્યા હતાં. જે દરમિયાન કડીના નંદાસણ રોડ ઉપર આવેલા કિનારા ટોકીઝ પાસે પહોંચતા પાછળથી આવી રહેલ દૂધના ટેન્કરે ટક્કર મારતા મામા, ભાણો અને મામાનો દીકરો રોડ ઉપર પછડાયા હતાં. જ્યાં નવ વર્ષના ભાણાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. કડી પોલીસે દૂધના ટેન્કર ચાલક વિરોધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |


કલોલ તાલુકાના ગામે રહેતા સુરેશજી સેધાજી ઠાકોર કે જેઓ બોરીસણા ગામની અંદર જ રહે છે અને ખેત મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. આ દરમિયાન તેમનો ભાણો હરેશ અશોકજી ઠાકોર (મૂળ ઘુમા અમદાવાદનો વતની) ઉંમર વર્ષ 10 જે ઘણા સમયથી પોતાના મામાના ઘરે જ રહે છે અને પોતાના મામા સુરજજી ઠાકોર સાથે બાઈક ઉપર મામા અને મામાનો દીકરો યુવરાજ ત્રણેય જણ બાઈક લઈને કડી તાલુકાના જાસલપુર ગામ ખાતે આવ્યા હતાં. સુરેજી ઠાકોરની સાસરી જાસલપુર ગામ ખાતે થતી હોય તેવો મહેમાનગતિએ જાસલપુર ગયા હતા.


કલોલ તાલુકાના બોરીસણા ગામે રહેતા સુરજજી ઠાકોર અને તેમનો ભાણો હરેશ અને તેમનો દીકરો યુવરાજ ત્રણે જણા બાઈક ઉપર જાસલપુર ખાતે ગયા હતાં. જ્યાં જાસલપુર મહેમાનગતિ કરીને પોતાના બાઇક નંબર GJ18 DC 0503 લઈને કડીથી બોરીસણા તરફ જઈ રહ્યા હતાં. આ દરમિયાન કડી નંદાસણ રોડ ઉપર આવેલ કિનારા ટોકીઝ પાસે પહોંચતા પાછળથી આવી રહેલા દૂધના ટેન્કર નંબર GJ 3 BW 1235 ચાલકે ગલફત ભરી રીતે ટક્કર મારતા મામા - ભાણો તેમજ મામાનો દીકરો રોડ ઉપર પછડાયા હતાં. જ્યાં સુરેજી ઠાકોરનો ભાણો હરેશ ટેન્કરના નીચે આવી જતા કચડાઈ ગયો હતો અને સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કડી શહેરના નંદાસણ રોડ ઉપર આવેલ કિનારા ટોકીઝ પાસે અકસ્માત સર્જાતા દસ વર્ષના બાળકનું મોત્યું હતું. જ્યાં ઘટનાની જાણ તેના પરિવારને થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચોધારા આસૂએ રડી પડ્યા હતા અને વાતાવરણ ગમગમી બની ગયું હતું.