આટકોટ પોલીસ સ્ટેશન નજીકથી મધ્યપ્રદેશ રાજ્યમાંથી અપહરણ થયેલી છોકરી તેમજ આરોપીની આટકોટ પોલીસે ધરપકડકરી,આટકોટ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સદરહુ મધ્યપ્રદેશ રાજય ખાતેથી અપહરણ થયેલ છોકરી તથા આરોપીની તપાસમાં હતા દરમિયાન પો.હેડ કોન્સ. અશોકકુમાર રતીલાલ વાવડીયા તથા પો.હેડ કોન્સ. મામૈયાભાઇ મોતીભાઇ શામળા તથા પો.કોન્સ. અરવિંદભાઇ વેલજીભાઇ દુમાદીયા નાઓએ મધ્યપ્રદેશ રાજયના ઉદયનગર પો.સ્ટે ગુ.૨.ન. ૩૪૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩ મુજબના કામે અપહરણ થયેલ ભોગબનનાર છોકરી ને આટકોટ પો.સ્ટે. વિસ્તારમાંથી શોધી કાઢી તથા આરોપી સોહેલ દિલીપભાઇ ભીલ જાતે આદીવાસી ઉ.વ. ૨૦ રહે. પાન્ડુ તલાવ, તા. ઉદયનગર જી. દેવાસ (મધ્યપ્રદેશ) વાળાને પકડી પાડી મધ્યપ્રદેશ પોલીસને સોંપી આપેલ છે.કામગીરી કરનાર ટીમ:-(૧) ઇન્ચાર્જ પો. સબ ઇન્સ. શ્રી વી.પી. કનારા આટકોટ પો.સ્ટે (૨) પો. હેડ કોન્સ. મામૈયાભાઇ મોતીભાઇ શામળા (૩) પો. હેડ કોન્સ. અશોકકુમાર રતીલાલ વાવડીયા(૪) પો. કોન્સ. અરવિંદભાઇ વેલજીભાઇ દુમાદીયા