અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર અમરેલી જીલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માત નિવારવા તથા શાળાના બાળકોને ટ્રાફિક નિયમોની જાણકારી મળી રહે તે માટે તા . ૦૨ / ૦૯ / ૨૦રર ના રોજ મોટી કુકાવાવ તાલુકાના નાજાપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને તથા નાજાપુર ગામની જનતાને ટ્રાફીકના નિયમો અંગે જાગૃત થાય તે માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું , તા .૦૨ / ૦૯ / ૨૦૨૨ આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ટ્રાફિક શાખાના પો . સબ ઇન્સ . શ્રી જે.એમ.દવે તથા જીલ્લા ટ્રાફીક શાખાની ટીમ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંગેની જાણકારી આપવામાં આવી જેમાં આશરે ૧૭૦ વિદ્યાર્થિઓને તથા ગ્રામજનોને ટ્રાફીક નિયમો ને પાલન કરવાના ફાયદાઓ તથા ટ્રાફીક નિયમો ને પાલન ન કરવાથી થતા ગંભીર માર્ગ અકસ્માતની સમજ કરવામાં આવી . તેમજ આધુનિક ટેકનોલોજીથી સજજ થયેલ ઇન્ટરસેપ્ટર વાહન અંગેની તથા હાઇવે પેટ્રોલિંગ વાહન ( કેમ્પર બોલેરો ) નુ અકસ્માત સમયે થતો ઉપયોગ વિદ્યાર્થિઓને તથા ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી , તેમજ ટ્રાફીક નિયમો પાલન કરવા અંગેના પેમ્પલેટ ની વહેંચણી કરવામાં આવી.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી પો.સબ ઇન્સ . શ્રી જે.એમ.દવે તથા જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તથા નાજાપુર પ્રાથમિક શાળાના આચાર્ય કંચનબેન સાવલીયા તથા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું .

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી