આમલીયારા ગામે દૂધ મંડળીના પૈસે ગાડી લાવ્યાની વાતો કરનારને સેક્રેટરીએ ઠપકો આપતા મારા મારી, બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોંધાઈ

તારાપુરના આમલીયારા ગામે દૂધ મંડળીમા છેલ્લા આઠ વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ઉર્ફે ભોલાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ ગામની ભાગોળે પાન મસાલો ખાવા ઉભેલ તે સમયે ગામના મુકેશભાઇ નટવરભાઇ પટેલ ત્યાં ઉભેલ તે સમયે ભરતભાઇએ તેઓને પુછેલ કે તમો ભીમાભાઇ વેલાભાઇ ભરવાડને એમ કહેતા હતા કે હું દુધની ડેરીના પૈસા ખાઇ જાવ છું અને ડેરીના પૈસે ફોરવ્હીલ ગાડી તેમજ જમીન ખરીદેલ છે તેવી વાતો કરતા હતા તેમ જણાવતા મુકેશભાઇ નટવરભાઇ પટેલે ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલી જણાવેલ કે તારી પાસે સાબીતી છે જેથી ભરતભાઇએ જણાવેલ કે તું મને ગાળો ના બોલ તેમ કહેતા મુકેશભાઇ વધુ ઉશ્કેરાઈ જઈ ગળદાપાટુ નો માર મારવા લાગેલ અને તે વખતે મુકેશભાઇનું ઉપરાણું લઈને પાર્થ ભાનુભાઇ પટેલ નાઓ તેના હાથમાં લાકડાનો દંડો લઈને આવેલ અને ભરતભાઇને જમણા પગના થાપાની નીચે ઝાપોટ મારી દીધેલ અને ગમેતેમ ગાળો બોલવા લાગેલ નજીકમાંથી લોકો દોડી આવી વધુ માર માંથી છોડાવેલ અને જતા જતા બન્ને જણાએ જણાવેલ આજેતો બચી ગયો છે ફરી અમારૂં નામ લીધું છે તો જીવતો નહીં રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તો બીજી તરફ જ્યોત્સનાબેન ભાનુભાઇ નટવરભાઇ પટેલ નાઓને ગામની ભાગોળે ઝધડો થયેલ હોય તેનો અવાજ અને બુમાબુમ સાંભળતા જ્યોત્સનાબેન ગામની ભાગોળે ગયેલ જે સમયે ગામના દૂધ મંડળીના સેક્રેટરી ભરતભાઇ વિઠ્ઠલભાઇ પટેલ તથા રમણભાઇ છોટાભાઈ પટેલ તથા ભીમાભાઇ વેલાભાઇ ભરવાડના ઓ જયોત્સનાબેનના દિયર મુકેશભાઇ તથા તેઓના દિકરા પાર્થ સાથે ઝધડો કરી ગમેતેમ ગાળો બોલી ગળદાપાટુનો માર મારતાં હોય જેથી જ્યોત્સનાબેન છોડાવવા પડતા ભીમાભાઇ એ હાથમાં રહેલ દંડો જ્યોત્સના બેનના બરડાના ભાગે મારી દીધેલ તેમજ ઝપાઝપીમાં ભરતભાઇએ માથામાં મુક્કો મારી હેઠે પાડી દીધેલ આ વખતે આજુબાજુના લોકોએ જ્યોત્સના બેનને વધુ મારમાથી છોડાવેલ જેથી આમલીયારા દૂધ મંડળીના સેક્રેટરી ભરતભાઇની ફરીયાદના આધારે મુકેશભાઇ પટેલ, તથા પાર્થ પટેલ તેમજ જ્યોત્સના બેનની ફરીયાદના આધારે પોલીસે ભરતભાઇ પટેલ, રમણભાઇ પટેલ, ભીમાભાઇ ભરવાડ વિરૂદ્ધ તારાપુર પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...