બિતાડા ગામ નજીક થિ મોટરસાયકલ સાથે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ કબ્જે કરતી નર્મદા LCB પોલીસ

સંદીપસિંહ પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ એ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોનો ઉપર વોચ રાખી જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર જે.બી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા LCB પોલીસ સ્ટાફ ના માણસો રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન તેઓને બાતમી મળેલ કે ડેડીયાપાડા તરફથી મોટર સાયકલ ઉપર ઇંગ્લિશ દારૂની હેરાફેરી થવાની છે જે બાતમી ના આધારે જે બી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા LCB પોલીસ સ્ટાફ ના માણસો બીતાડા ગામ પાસે વોચમાં હતા દરમિયાન એક નંબર વિનાની યામાહા મોટરસાયકલ આવતા LCB પોલીસ સ્ટાફના માણસોએ જોઈ મોટરસાયકલ ચાલક (1) રોહિતભાઈ રાજેશભાઈ ઉર્ફે લાલો વસાવા તથા પાછળ બેઠેલો અન્ય એક ઈસમ મોટરસાયકલ તથા ઇંગલિશ દારૂનો મુદ્દામાલ છોડીને અંધારાનો લાભ લઈને ભાગી નીકળ્યા હતા

નર્મદા LCB પોલીસ સ્ટાફના માણસો એ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની વિસ્કી ની અલગ અલગ બોટલો નંગ 285 કિંમત રૂપિયા 28500 તથા મોટરસાયકલ મળી કુલ 1,28,500 ના મુદ્દા માલ કબજે કરી ફરાર થયેલા આરોપી (1) રોહિતભાઈ રાજેશભાઈ ઉર્ફે લાલો વસાવા તથા (2) મોટરસાયકલ પાછળ બેઠેલા અન્ય એક આરોપી ને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીય વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે