મહેસાણા તાલુકામાં આવેલા સાગણપુર ગામે મકાનમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવતા આસપાસના લોકો તેમજ મકાન મલિકમાં ભાગદોડ મચી જવા પામી હતી. સમગ્ર મામલે મહેસાણા ફાયર વિભાગને આગ મામલે જાણ કરવામાં આવતા આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું હતું.
મહેસાણા તાલુકામાં આવેલા સાગણપુર ગામે રહેતા મોહન ભાઈ પ્રજાપતિના ઘરે શોર્ટ સર્કિટ થવાની ઘટના સામે આવી હતી.શોર્ટ સર્કિટ ને પગલે તેમના ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગના બનાવને પગલે મહેસાણા ફાયર ટીમને માહિતી મળતા ફાયર ટિમ બનાવ સ્થળે પહોંચી આગ પર કાબુ લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.જોકે મકાનમાં આગ લાગતા ધુમાડા ના ગોટેગોટા બહાર નીકળતા જોવા મળ્યા હતા.જે મામલે ફાયર ટીમે મકાનની બારી ની ગ્રીલ તોડી બારી મા બેસી પાણી નો મારો ચલાવ્યો હતો.સમગ્ર આગની ઘટના પગલે કાબુ મેળવી લેવામાં આવ્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આગના કારણે ઘરમાં પડેલ કેટલોક સમાન અને ઘર વખરું બડી ને ખાખ થઈ જતા નુકસાન થવા પામ્યું હતું.