રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ લાલા લજપતરાય ટાઉનશીપ, ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, શહીદ ભગતસિંહ ટાઉનશીપ, શહીદ સુખદેવ ટાઉનશીપ અને ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ આવાસ યોજનાને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવ્યો. તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું. જેમાં સમાજના ઓછી આવક ધરાવતા તેમજ મધ્યમવર્ગીય સહીત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને ઇ.ડબલ્યુ.એસ. તથા એઇ.આઇ.જી. પ્રકારના આવાસો બનાવવામાં આવેલ છે. જેમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ વિગેરે જેવી જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ આપવામાં આવેલ છે. આ આવાસ યોજનાઓમાં આવાસોની સાથે આંગણવાડી તેમજ શોપીંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવે છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આશરે 32,000 થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે. જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર પી.વી. સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસિ્ંટગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલની સુવિધા, કોમન લાઈટીંગ માટે એલઇડી બલ્બનો ઉપયોગ, ક્ધસ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુન:ઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસિ્ંટગ સીસ્ટમના કારણે મહત્તમ સમય દરમ્યાન વરસાદી પાણીના થયેલ જળ સંચયનો ઉપયોગ થઇ શકે તેમજ ચણતર માટે એ.એ.સી. બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડિંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવેલ છે અને તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે. મંગલપાંડે ટાઉનશીપ શિવધામ સોસાયટી સામે, વિમલનગર મેઈન રોડ, વસંત માર્વેલની બાજુમાં, ટી.પી. 5, એફ.પી. 104 ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ દ્વારા 20 થી 22 ઓક્ટોબર-2022 દરમિયાન હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગર પાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આ મોમેન્ટો સ્વીકારવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કિયારાની ધમાકેદાર એન્ટ્રી... જાહેરમાં કરી સિદ્ધાર્થને કિસ
કિયારાની ધમાકેદાર એન્ટ્રી... જાહેરમાં કરી સિદ્ધાર્થને કિસ
Upcoming Cars: इंडियन मार्केट में जल्द लॉन्च होंगी ये 4 नई कार, समय रहते तैयार कर लीजिए बजट
Nissan India अगस्त के आसपास एक्स-ट्रेल को लॉन्च कर सकती है। इसमें ई-पावर तकनीक के बजाय 1.5 लीटर...
সোণাৰিত প্ৰীতি ক্ৰিকেট খেলত দৈনিক জনমভূমি-প্ৰাগ নিউজ একাদশ জয়ী
সোণাৰিত প্ৰীতি ক্ৰিকেট খেলত দৈনিক জনমভূমি-প্ৰাগ নিউজ একাদশ জয়ী
अरुणाचल में चीन की चालबाजी के बाद उत्तराखंड से लगी सीमा पर पहुंचे सीडीएस अनिल चौहान
देश के चीफ आफ डिफेंस स्टाफ अनिल चौहान शुक्रवार को पिथौरागढ़ पहुंचे। उन्होंने रात्रि...