વડોદરા ખાતે રહેતા મુસ્લિમ ખત્રી બાવીસી જમાત દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન મળે તે માટે સન્માન કરવામાં આવ્યુ હતુ.

        પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના એકતા નગર ખાતે મુસ્લિમ ખત્રી બાવિસી જમાતના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ નું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ હાયર એજ્યુકેશન તેમજ અન્ય પ્રવૃતિ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુસ્લિમ ખત્રી જમાત દ્વારા દર વર્ષે પ્રોતસાહન આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમ છેલ્લા ૧૪ વર્ષથી શરૂ કરેલ છે. કોરોનાના મહામારી કારણે આ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી થઈ શક્યો ન હતો ત્યારે આ વખતે સ્થિતિ સામાન્ય તથા વડોદરામાં રહેતા મુસ્લિમ ખત્રી બાવિસી જમાત દ્વારા સમાજના અભ્યાસ કરતા બાળકો જે ૬૦ % કરતા વધારે આવેલા હોય તેવા ૧૪૨ જેટલા બાળકોને પ્રોત્સાહન ઇનામ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ. 

      ઇનામ વિતરણ કાર્યક્રમ ની ખાસ વાત કરીએ તો કેટલાક વર્ષો અગાઉ જે બાળકોને પ્રોત્સાહિત કરતા ઇનામો આપવામા આવ્યા હતા તેઓ આજે કોઇ ડોક્ટર તો કોઇ એન્જિનિયર તો કોઇ સિવિલ સર્વિસ જેવી ઊંચી પોસ્ટ તથા હોદ્દા પર બિરાજમાન છે તેઓના હસ્તે પણ ઇનામો નુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

         કાર્યક્રમ અંતે પધારેલા મહાનુભાવો જણાવ્યું હતું કે મુસ્લિમ ખત્રી બાવિસી જમાત દ્વારા યોજવામાં આવતા ઇનામ વિતરણ જેવા કાર્યક્રમો તમામ સમાજોએ કરવા જોઈએ જેથી તમામ સમાજના બાળકોમાં એજ્યુકેશન માટે જાગૃતા તેમજ પ્રોત્સાહન મળે અને આવનારા સમયમાં સમાજમાંથી સારા ડોક્ટર ,એન્જિનિયર, સિવિલ સર્વિસ ,પોલીસ વિભાગ સહિતના વિભાગોમાં કામ કરી સમાજને તેમજ દેશ ના વિકાસ માટે કામ આવી શકે અને સમાજને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે.

         બાવામાન પાણીગેટ ખાતે ડોક્ટરની ફરજ બજાવતા ડૉ. સૈયદ અકબરલી, બાપોદ પોલીસ મથક સબ ઇન્સ્પેક્ટર પારિખ સાહેબ,સામાજ ના પ્રથમ PHD થયેલા ડૉ.જાવેદ અખ્તર ખત્રી,તેમજ ઇન્ડશ્ટ્રિયાલીશ્ટ વસીમ ખત્રી , વડોદરા મુસ્લિમ ખત્રી બાવિસી સમાજ ના પ્રમુખ ખત્રી ફરીદભાઇ ડાવર, ખત્રી ફિરોજ ભાઇ ફૉરેસ્ટર,ખત્રી અબ્દુલ કાદર C.A, ખત્રી રફિકભાઈ આઇ ટી આઇ સહીત વડોદરા ખત્રી સમાજના આગેવાનો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.