શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે હોય છે. તમામ ધારાસભ્યની એ ફરજ છે અને બધાના સહયોગથી એ કરી બતાવીશું. જનરેશન બદલાઈ છે અને યુવાનોને પણ જોડાવાના છે. વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે દિશામાં વિધાનસભાને લઈ જઈશું. યુવા વયે પક્ષે મને જવાબદારી આપી છે તે પૂરી કરીશું. રાજકારણમાં જ્યારે જે જવાબદારી મને મળી તે નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મીડિયામાં કે રાજકીય વર્તુળોની કોઈ ચર્ચા ધ્યાન પર નથી લેતો. વિપક્ષના સભ્યોને રક્ષણ આપવાની મારી જવાબદારી છે. પ્રજાના મનમાં પણ વિધાનસભાની જે છાપ છે તે બદલીશું.