ચલાલા પોલીસ સ્ટેશનમા CRPC કલમ ૪૧ ( ૧ ) ડી મુજબના તથા ગુન્હા ના કામે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી ચલાલા પોલીસ ટીમ.

 ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિહં નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક એ.જી ગોહિલ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા ના માર્ગદર્શન હેઠળ, ચલાલા પો.સ.ઇ. એસ.આર.ગોહીલ તથા ચલાલા પોલીસ ની સર્વેલન્સ ટીમ દ્વારા પ્રોહી જુગાર તથા ચોરીના ગુન્હાઓના આરોપી ઓની તપાસ દરમ્યાન,

ખાનગી બાતમી આધારે મળેલ માહીતી મુજબ,

ચલાલા ટાઉન મા નાની મોટી ચોરી કરવા વાળા શંકમંદ ઇસમો ચલાલા થી ધારી તરફ જવાના હોય,

જેથી ચલાલા ગેઇટ પાસે રોડની સાઇડમાં વોચમા રહી, તે દરમ્યાન એક ટુ વ્હીલ ત્રણ સવારીમાં ચલાલા તરફથી આવતા શંકાસ્પદ ઇસમોને પકડી પુછપરછ કરી મો.સા.ના આધાર પુરાવાઓ રજૂ કરવા કહેતા કોઇ આધાર પુરાવાઓ નહીં હોવાનું. તેમજ સદરહુ મો.સા ચલાલા પોસ્ટે વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા હોય.

તેમજ આરોપીઓની વધુ પુછપરછ કરતા ઉપરોકત ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના કુલ ૧૪ મોબાઇલ ચોરી કરેલા હોવાની કબુલાત કરતા હોય,

જેથી આરોપીઓને CRPC ક્લમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ કુલ -૧૪ મોબાઇલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ, તથા સદરહુ મોસા જેના રજી.નં , 31-07 - N - 2412 ચલાલા પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૩૨૨૦૫૪૬૪૨૦૨૨ IPC કલમ ૩૭૯ મુજબ મો.સા કબ્જે કરેલ, તથા ઉપરોકત ત્રણેય આરોપી ઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે .

ગુન્હામાં પકડાયેલ આરોપી ઓની વિગત.

 ( ૧ ) અમીતભાઇ વિજયભાઇ સોલંકી ઉ.વ. ૨૧, ધંધો. મજુરી,રહે- ચલાલા, દાનેવ સોસાયટી,તબેલા પાસે, તા.ધારી,

( ૨ ) અલ્પેશભાઇ મુકેશભાઇ સોલંકી ઉ.વ. ૧૯ ધંધો. મજુરી, રહે. - ચલાલા, દાનેવ સોસાયટી, તા.ધારી, જી.અમરેલી,

( ૩ ) વાર્દિકભાઇ નારણભાઇ ખેતરીયા ઉ.વ. ૧૯, ધંધો. - મજુરી,રહે. - ચલાલા, તા. ધારી, જી.અમરેલી,

કબ્જે કરેલ કુલ મુદામાલ..

( ૧ ) ગુન્હાના કામે કબ્જે કરેલ હીરોહોન્ડા C D - 100 બાઇક ના રજી. નં.જોતા નં . GJ - 07-N-2412 જેની કિ..રૂ .૧૦,૦૦૦ /

 ( ૨ ) અલગ અલગ કંપીના મોબાઇલ ફોન જેમા OPPO - 1 , HEALME - 2 , TECNO - 1 , REDMI 2 , SAMSLING , 2 ; VIVO - 4 , NOKIA - 1 , SAMSING ( KEY PAD } 1 કુલ મોબાઇલ નંગ -૧૪ જેની કુલ કિ.રૂ ૯૩,૦૦૦ /

 આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના HC ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ, તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ખોડુભા સરવૈયા તથા પો.કોન્સ . રોહીતભાઇ રાખોલીયા તથા પો.કોન્સ . પ્રકાશભાઇ માધડ તથા પો.કોન્સ . અશોકભાઇ લાડુમોર તથા પો.કોન્સ . નજુભાઇ વાળા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.