સુરત શહેરમાં સ્પોર્ટસ કાર્નિવલના બીજા દિવસે સ્કેટીંગ અને સાયકલ રેલી યોજાઈ

૩૬મી નેશનલ ગેમ્સની ચાર રમતોની યજમાની સુરત કરી રહ્યું છે ત્યારે રમતગમત પ્રેમીઓ, વિદ્યાર્થીઓમાં અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયેલા ‘સ્પોર્ટસ કાર્નિવલ’ના બીજા દિવસે વહેલી સવારે કેનાલ પાથ-વે, જી. ડી. ગોયેકા સ્કુલની બાજુમાં સાયકલ રેલી યોજાઈ હતી.

સાયકલ રેલીને મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિપાની, સુડાના સીઈઓશ્રી શાહે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં સાઈકલિસ્ટો જોડાયા હતા.