ખંભાતમાં એક ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર, સેવાભાવી અને કોંગ્રેસના લોકપ્રિય યુવા ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે આજરોજ વિધાનસભા ગૃહમાં નીતિ નિયમો મુજબ ખંભાતના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા હતા.આજે વિધાનસભા ગૃહમાં 182 ધારાસભ્યોમાંથી 181 ધારાસભ્યોએ શપથ લીધા હતા.ધારાસભ્ય પદે શપથ લીધા બાદ આજથી તેમને ધારાસભ્ય તરીકેનો પગાર સહિત અન્ય સુખ સગવડો મળવાનું શરૂ થઈ ગયું છે.
નોંધનીય છે કે, ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ધારાસભ્યને મળતો પગાર પણ ગરીબ બાળકોના ભણતર માટે સમર્પિત કરશે.ખંભાત વિધાનસભા પર પ્રથમ એવા ધારાસભ્ય તરીકેનો પગાર ખંભાતના ભાવિ માટે સમર્પિત કરવાની લાગણી ધરાવતા ચિરાગભાઈ પટેલને ખંભાતીઓએ વધાવી લીધો છે અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)