કડી: કડી બાર એસોસિયેશનની રસાકસીભર્યા ચૂંટણી જંગમાં આખરે મનીષ રાવલ વિજેતા બન્યા હતા. જ્યારે મંત્રી તરીકે કાળુભાઈ અને સહમંત્રી તરીકે મહેશ નાયી વિજેતા બન્યા હતા.

કડી બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી મોનીલ પરમારે નિષ્પક્ષ રહી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પ્રમુખ પદે મનીષ સૂર્યકાંત રાવલ અને ઈકબાલ શેખ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં અંતે મનીષ રાવલ વિજયી થયા હતા, જ્યારે મંત્રી તરીકે કાળુભાઈ અને સહમંત્રી તરીકે મહેશ નાયી વિજેતા બન્યા હતા.