દિયોદર રેલવે ફાટક પાસે અદાવત રાખી છરી વડે હુમલો બે વ્યક્તિ ને ઇજા પોલીસ ફરિયાદ નોંધાઇ....

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

બંને ઇજાગ્રસ્ત ને ધારપુર અને પાટણ ખસેડાયા સલામત શહેર માં અસામાજિક તત્વો નો ત્રાસ 

દિયોદર શહેરમાં નજીવી શાકભાજી લેવા બાબતે બોલાચાલી થયા બાદ મોડી રાત્રે અદાવત રાખી એક બીજા પર છરી અને ધોકા વડે હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં બે વ્યક્તિ ને ઇજા થતાં ધારપુર અને પાટણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે 

દિયોદર લુહારવાસ ખાતે રહેતો પ્રકાશ ભાવાભાઈ પરમાર તેમના પરિવારજનો સાથે સાંજે શાકભાજી લેવા ભેસાણા ચોકડી બાજુ ગયા હતા જેમાં શાકભાજી લેવા જેવી નજીવી બાબતે દશરથ રાઠોડ નામ ના વ્યક્તિ સાથે શાકભાજી લેવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં મોડી રાત્રે રેલવે ફાટક પાસે બંને વ્યક્તિ અને અજાણ્યા બે ઈસમો વચ્ચે ધોકા અને છરી વડે હુમલો કરતા પ્રકાશ પરમાર ના પગ ના ભાગે ઇજા થઇ હતી જો કે બીજી તરફ કલ્પેશ ચમનભાઈ રાઠોડ ને મોઢા ના ભાગે છરી વાગતા ગંભીર ઇજા પોહચી હતી જેમાં દિયોદર પોલીસે બંને વ્યક્તિ ની કોર્સ માં ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે જેમાં ઇજા ગ્રસ્ત બંને લોકો ધારપુર અને પાટણ સારવાર લઈ રહ્યા છે