પઠાણ ફિલ્મનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વિરોધ નોંધાવતા કહ્યું કે, ફિલ્મમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. હાલમાં જ ફિલ્મનું ગીત 'બેશરમ રંગ..' રિલીઝ થયું હતું અને હવે આ ગીતના કારણે જ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ગીતમાં શાહરૂખ અને દીપિકા વચ્ચેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પરંતુ દીપિકા પાદુકોણે ગીતમાં બોલ્ડ કેસરી રંગનો બીકની ડ્રેસ પહેર્યો છે. જેને લઈને ભારે વિવાદ થયો છે. 

પઠાણના વિરોધમાં અનેક હિન્દુ સંગઠનો તેમજ સાધુઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પઠાણનો વિરોધ હવે ગુજરાતમાં પહોંચ્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યું કે બોલીવુડે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા 75 વર્ષમાં બોલિવૂડે આવું જ કર્યું છે. એટલા માટે આ ફિલ્મને ગુજરાતમાં ન ચાલવા દેવી જોઈએ.

ખાસ કરીને છેલ્લા બે દિવસથી વિરોધે જોર પકડ્યું છે. હિંદુ સંગઠનોએ બોલિવૂડ અને શાહરૂખ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે આગામી સમયમાં રીલીઝ થવા જઈ રહેલી પઠાણ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ખાસ કરીને તાજેતરમાં જ રીલીઝ થયેલા આ ગીતમાં પઠાણ ફિલ્મમાં ભગવા રંગની બિકીની પહેરીને દીપિકા પાદુકોણે દેશના સંતો અને ભગવા રંગને ઠેસ પહોંચાડી છે. તેમ તેઓ કહી રહ્યા છે. કેટલીક જગ્યાએ શાહરુખ ખાનના પૂતળા પણ બાળવામાં આવી રહ્યા છે. ફિલ્મ રીઝલ થતા પહેલા જ વિવાદમાં આવી છે. 

આગામી સમયમાં રીલિઝ થવા જઈ રહેલી શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રીલિઝ પહેલા જ વિવાદમાં ફસાઈ છે ખાસ કરીને આ ગીત રીલિઝ થયા બાદ વિવિધ રાજ્યોમાં શાહરુખ ખાનની ફિલ્મને લઈને વિવાદ છેડાયો છે. ત્યારે આ મામલે ગુજરાતમાં પણ આ વિવાદ વધી શકે છે.