વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો મેળવનારી કોંગ્રેસે પોતાના ધારાસભ્યો પૈકી વિપક્ષના નેતા કોને બનાવવા તે જાહેર કર્યું નથી. જો કે આ માટે રવિવારે દિલ્હીમાં કોંગ્રેસના હાઇકમાન્ડના નેતાઓ સાથે ગુજરાત કોંગ્રેસ વિધાનમંડળના સભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષના નેતાની નિમણૂક બાબતે ચર્ચા થઇ હતી, જો કે બેઠક બાદ કોઇ નિર્ણય જાહેર કરવાને બદલે તે અંગેની જાહેરાત મંગળવાર સુધીમાં કરવાનું નક્કી થયું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કોંગ્રેસના સૂત્રો જણાવે છે કે, હાઇકમાન્ડે આ મુદ્દો પોતાની પાસે જ રાખ્યો છે. આ માટે જે ત્રણ કે ચાર સિનિય૨ નેતાના નામ આગળ ચાલી રહ્યા છે તેમાંથી ગમે તે એકને વિપક્ષના નેતા બનાવાઇ શકે છે. હાલ તેમાં શૈલેશ પરમાર, સી જે ચાવડા, અર્જુન મોઢવાડિયા અને તુષાર ચૌધરીના નામોનો સમાવેશ થાય છે. જો કે વિપક્ષના નેતાનું પદ ખૂબ પ્રભાવી હોવાથી તેમાં આંતરિક ખેંચતાણ થાય તેવી શક્યતાને જોતાં હાલ કોઇ નામ અપાયું નથી. સૂત્રો જણાવે છે કે આ સિવાય પક્ષના ઉપનેતા અને દંડક તરીકે પણ નામો હજુ સુધી સૂચવાયા નથી, પરંતુ તેમાં એક સિનિયર અને એક યુવાન ધારાસભ્યની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. વિધાનસભાના નિયમો પ્રમાણે વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી સમાન દરજ્જો અને સુવિધા મળે છે.
તેમને વિધાનસભા સંકુલમાં અલાયદું કાર્યાલય, સ્ટાફ, બંગલો અને ગાડી મળે છે. કોંગ્રેસ પાસે હાલ વિધાનસભાની કુલ બેઠકોના દસમા ભાગના સભ્યો નથી, પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતાની નિમણૂંકના કાયદા પ્રમાણે સત્તાપક્ષ બાદ બીજા ક્રમે સૌથી વધુ સભ્યો ધરાવતો પક્ષ વિપક્ષના નેતાની નિયુક્તિ કરી શકે છે.