ખંભાતમાં ૨૦ ગામ લેઉઆ પાટીદાર સમાજની વાડી ખાતે ખંભાત તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ધરાસભ્ય ચિરાગ પટેલનું અનુસૂચિત જાતિ સમાજે ઓઢાડી પુષ્પાહાર પહેરાવી ડૉ. બાબસાહેબનો ફોટો ફ્રેમ તેમજ બંધારણની કોપી થકી ભવ્ય સન્માન કર્યું હતું.
આ અંગે ચિરાગભાઈ પટેલે અનુસૂચિત જાતિ સમાજનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, સમાજમા સંગઠન મજબૂત બનાવી કમિટીઓની રચના કરી યુવાઓને તક આપી આગળ લાવવા જોઈએ.દરેક સમાજે એક બનવું જોઈએ.તેમજ સમાજ દીકરા-દીકરીઓને શિક્ષણની દિશા તરફ આગળ વધારવા જોઈએ.વધુમાં સમાજ માટે શિક્ષણ, વિકાસ, સમૂહ લગ્ન સહિતના કોઈ પણ કામ સમાજ માટે કાર્યરત રહેવા બાંહેધારી આપી હતી.
આ પ્રસંગે ઈશ્વરભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, મનીષ સરકાર, ભરતભાઈ ચૌહાણ, ચિરાગ મકવાણા, મનોજ પરમાર, બાબુભાઇ માયાવંશી, નવીનભાઈ સોલંકી સહિતના મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, વડીલો, યુવાઓ, મહિલાઓ, ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)