ખંભાળિયા ભાણવડ વિધાન સભાના લોકપ્રિય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબનું સન્માન સમારંભ ખંભાળીયા મુકામે રાખેલ હતો. જેમાં સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી અને સલાયા લોહાણા સમાજ અગ્રણી લાલજીભાઈ ભૂવા એ ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ તન્ના ની હાજરીમાં પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કર્યું હતું. અને સલાયા પધારવા ભાવ ભરેલું નિમંત્રણ આપેલ હતું.