કોરોના કાળ બાદ એક પણ આયુષ્માન કાર્ડ હોસ્પિટલ માથી નીકળ્યું નથી.

હોસ્પિટલનું પોર્ટલ પ્રાઇવેટ CSC સેન્ટર પર ચાલે છે તેવી લોક મુખે ચર્ચા 

વલ્લભીપુર : કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગરીબો - પછાત અને જરૂરીયાતમંદ લોકો માટે અનેક યોજના અમલી કરાઈ છે પરંતુ તેનો અમલ કરવામાં અધિકારીઓ - કર્મચારીઓ ઠાગાઠૈયા કરતા હોવાથી લોકો સુધી તેનો લાભ પહોંચતો નથી. વલ્લભીપુરમાં આયુષ્માન કાર્ડની કામગીરીમાં આવી જ કંઈક ફરીયાદ છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, વલ્લભીપુર તાલુકામાં અનેક જગ્યાએ આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટે ભાગે કોમ્પ્યુટર એરર આવતી હોવાથી, ફિંગર પ્રિન્ટ લઈ શકાતી ન હોવાથી કામગીરી થઈ શકતી નથી. અનેક જગ્યાએ તો કામગીરી વખતે કોન્ટ્રાકટ બેઝ કર્મચારી હાજર ન હોય તો લોકોને - વૃધ્ધોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે.સરકારી હોસ્પિટલ ખાતે જયાં આ કામગીરી થતી હતી ત્યાં કોરોના કાળ બાદ કામગીરી બંધ કરી દેવાઈ. કોન્ટ્રાકટર બેઝ કર્મચારી હાજર હોતા નથી. લોકો લાઈનમાં ઉભા રહી તપ કરતા હોય છે. સરકારી એજન્સીઓમાં આ બધી મુશ્કેલી થાય છે. જ્યારે આ બાબતે હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર ને પૂછતા તેઓએ આ બાબતે ઉહુ....... ની નીતિ એટલે કાઈ પણ જણાવવાનો ઇન્કાર કર્યો હતો બીજી તરફ ફરજ પર ના ડોક્ટર ઇન્ચાર્જ ને આયુષ્માન કાર્ડ વિશે કોઈજ માહિતી નથી તેવું તેના વર્તન પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.બીજી તરફ જયારે ખાનગી સ્થળોએ તુરંત આયુષ્માન કાર્ડ નીકળી જાય છે. તેવુ લોકો આક્ષેપ કરતા જણાવે છે. આરોગ્ય શાખાને ફરીયાદ કરવામાં આવે તો ધ્યાન અપાતુ નથી તેવી પણ ફરીયાદ છે. જિલ્લા કલેકટર આ બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.