દાહોદ શહેરમાં સસરાએ પુત્રવધુ પર નજર બગાડતા પુત્રએ પત્નિ તલાક આપી દેતાં પરણિતા ન્યાય માટે પોલીસના શરણે દાહોદ તા.૧૭ દાહોદ શહેરના મોટા ઘાંચીવાડાની પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટેલી ધટનામાં સસરા એ દીકરી તુલ્ય પુત્રવધુ પર દાનત બગાડી તથા પતિએ ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી તલાક આપી દેતા પરિણીતા એ ન્યાય માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજે દસ્તક દિધા નું જાણવા મળ્યું છે. દાહોદ મોટા ઘાંચીવાડાની ૧૯ વર્ષીય યુવતીના તારીખ ૧૩-૫-૨૦૨૨ ના રોજ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ દાહોદ મોટા ઘાંચીવાડા ફાતમા મસ્જિદની ગલીમાં રહેતા સિદ્દીકભાઈ સત્તારભાઈ ખોડાના પુત્ર જુનેદ ખોડા સાથે થયા હતા. લગ્ન બાદ છ માસ સુધી સાહેલાબેન સાથે તેના પતિ જૂનેદ સસરા સિદ્દીકભાઈ તથા જાફર સતારભાઈ ખોડાએ સારું રાખ્યું હતું. ત્યારબાદ તે ત્રણેના પોત પ્રકાશ્યા હતા. અને સિદ્દીકભાઈ ખોડાએ પોતાની દીકરી તુલ્ય પુત્રવધુ સાહેલાબેન ઘરમાં એકલી સૂતી હતી તે વખતે બદ ઇરાદાથી અચાનક ઘરમાં ઘૂસી જઈ મીઠી નિંદર માણી રહેલી સાહેલાબેનના શરીર સાથે છેડછાડ કરી અને બળજબરીથી શરીર સંબંધ બાંધવા કોશિશ કરી હતી. જ્યારે જાફર સિદ્દીકભાઈએ ઘરનું કામકાજ બરાબર કરતી નથી તેમ કહી સાહેલાબેન સાથે ઝઘડો તકરાર કરી માર મારતો હતો.તેમ જ પતિ જૂનેદે સાહેલા બેનને ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી તલાક આપી સાહેલાબેનના લગ્ન અધિકારોનું હનન કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા આવા રોજ રોજના ત્રાસથી કંટાળી સાહેલા બેને ન્યાય માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સાહેલાબેન ના પતિ જુનેદ સિદ્દીકભાઈ ખોડા સસરા સિદ્દીકભાઈ સતારભાઈ ખોડા તથા જાફર સતારભાઈ ખોડા વિરુદ્ધ ઈપી કો કલમ ૪૯૮(ક),૩૫૪,૧૧૪ તથા મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે ત્રણેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.દાહોદ મોટા ઘાંચીવાડાની ૧૯ વર્ષીય યુવતીના તારીખ ૧૩-૫-૨૦૨૨ ના રોજ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ દાહોદ મોટા ઘાંચીવાડા ફાતમા મસ્જિદની ગલીમાં રહેતા સિદ્દીકભાઈ સત્તારભાઈ ખોડાના પુત્ર જુનેદ ખોડા સાથે થયા હતા. લગ્ન બાદ છ માસ સુધી સાહેલાબેન સાથે તેના પતિ જૂનેદ સસરા સિદ્દીકભાઈ તથા જાફર સતારભાઈ ખોડાએ સારું રાખ્યું હતું. ત્યારબાદ તે ત્રણેના પોત પ્રકાશ્યા હતા. અને સિદ્દીકભાઈ ખોડાએ પોતાની દીકરી તુલ્ય પુત્રવધુ સાહેલાબેન ઘરમાં એકલી સૂતી હતી તે વખતે બદ ઇરાદાથી અચાનક ઘરમાં ઘૂસી જઈ મીઠી નિંદર માણી રહેલી સાહેલાબેનના શરીર સાથે છેડછાડ કરી અને બળજબરીથી શરીર સંબંધ બાંધવા કોશિશ કરી હતી. જ્યારે જાફર સિદ્દીકભાઈએ ઘરનું કામકાજ બરાબર કરતી નથી તેમ કહી સાહેલાબેન સાથે ઝઘડો તકરાર કરી માર મારતો હતો.તેમ જ પતિ જૂનેદે સાહેલા બેનને ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી તલાક આપી સાહેલાબેનના લગ્ન અધિકારોનું હનન કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા આવા રોજ રોજના ત્રાસથી કંટાળી સાહેલા બેને ન્યાય માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સાહેલાબેન ના પતિ જુનેદ સિદ્દીકભાઈ ખોડા સસરા સિદ્દીકભાઈ સતારભાઈ ખોડા તથા જાફર સતારભાઈ ખોડા વિરુદ્ધ ઈપી કો કલમ ૪૯૮(ક),૩૫૪,૧૧૪ તથા મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે ત્રણેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.