ઓન્લી એટીટ્યુડ બ્યૂટી સલૂન અને કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા ફિફા વર્લ્ડ કપ 2022 ફૂટબોલ સેલિબ્રેશન ઈવેન્ટનું કરાયું આયોજન 

અમદાવાદ 17 ડિસેમ્બર 2022: ફિફા વર્લ્ડ કપ 2022 ફ્રાન્સ અને આર્જેન્ટિના બે અદ્ભુત ટીમોની ગ્રાન્ડ ફિનાલેમાં ટકરાવવા માટે તૈયાર છે. ત્યારે અમદાવાદ મોટેરા ખાતે આવેલ ઓન્લી એટીટ્યુડ બ્યૂટી સલૂન ખાતે કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકેડમીના બાળકો સાથે ફિફા વર્લ્ડ કપ 2022 ફૂટબોલ સેલિબ્રેશનનું ખાસ આયોજન કરવામાં આવું હતું જેમાં ઓન્લી એટીટ્યુડ બ્યૂટી સલૂનના મૅનેજિંગ ડિરેક્ટર આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા મેકઅપ આર્ટિસ્ટ, હેરસ્ટાઈલિંગ અને નેઈલ આર્ટિસ્ટ એક્સપર્ટ શ્રીમતી સુમન ડી હરિયાણીએ બાળકોને મેકઅપ, હેર આર્ટ, નેઈલ આર્ટ, ટેટૂઝ અને બીજા બધા વ્યક્તિગત કલાત્મક સ્પર્શ સાથે ફૂટબોલ ગેમનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં અમદાવાદના બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.