અમરેલી જિલ્લા મા શિયાળુ પાક માટે ચણા ની પ્રથમ પસન્દગી ઉતારતા ખેડૂતો. અમરેલી જિલ્લા આખામાં ખેતીવાડી સૂત્રો ના જણાવ્યા મુજબ આજદિન સુધીમાં રવિપાકો નું વાવેતર ૧.૩૯ લાખ હેકટર કરવામાં આવ્યું છે. જેમાં ૬૯૯૬૭ હેકટરમાં ખેડૂતો એ ચણા વાવ્યા છે. બીજી તરફ - ૨૧ હજાર હેકટરમાં ખેડૂતો એ ઘઉંનુ વાવેતર કરેલ છે. ખેડૂતો પાછલા બે વર્ષથી શિયાળુ વાવેતરમા ચણા પર વધારે પસંદગી ઉતારી રહ્યાં છે . ચાલુ સાલે ૫૦ ટકાથી ઉપરના વિસ્તારમા માત્ર ચણાનુ વાવેતર થયુ છે . રાજય સરકાર દ્વારા પણ ચણાની ટેકાની ખરીદી થતી હોય, ખેડૂતોને ચણાના વાવેતરમા પ્રોત્સાહન મળી રહ્યું છે . જયારે જિલ્લામા બીજા નંબરે ઘઉંનુ વાવેતર થયુ છે . અમરેલી જિલ્લામા શિયાળુ વાવેતર આંક સતત વધી રહ્યું છે . જોકે ચાલુ વર્ષ દરમ્યાન ગત વર્ષ ની સરખામણી મા અમરેલી જિલ્લામા શિયાળુ વાવેતર ૧૦૦ ટકા થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જેમાં ઘઉં , ચણા જેવી જણસો મોટા પ્રમાણમા વવાય છે . આ ઉપરાંત હજુ પણ કેટલીક જણસોના વાવેતર થવાની સંભાવના છે .

અમરેલી જિલ્લાના દરેક તાલુકામા ચણાનુ વાવેતર થયુ છે . માત્ર લાઠી અને લીલીયા તાલુકામા થોડુ ઓછુ વાવેતર થયુ છે . શિયાળુ પાક તરીકે બીજી ખેત જણસ તરીકે ખેડૂતોએ ઘઉં પર પસંદગી ઉતારી છે . અહી ૨૧૧૪૭ હેકટરમા ઘઉંનુ વાવેતર થઇ ચુકયુ છે . ઘઉંનુ સૌથી વધુ વાવેતર અમરેલી તાલુકામા થયુ છે . જયારે બીજા નંબરે સાવરકુંડલા તાલુકામા સૌથી વધુ ઘઉં વવાયા છે . અમરેલી પંથકમા આ વખતે ધાણાનુ પણ ૧૧૦૬૫ હેકટરમા વાવેતર થઇ ચુકયુ છે . ઓણસાલ ધાણાનુ સૌથી વધુ વાવેતર બગસરા પંથકમા ૨૮૫૦ હેકટરમા થયુ છે . જયારે ડુંગળીનુ વાવેતર ૯૨૯૦ હેકટરમા થયુ છે . અમરેલી જિલ્લામા ડુંગળીનુ સૌથી વધુ વાવેતર રાજુલા તાલુકામા ૨૫૭૫ હેકટર અને સાવરકુંડલા તાલુકામા ૨૧૦૧ હેકટરમા થયુ છે . આ ઉપરાંત ખેડૂતોએ પશુ માટે ૧૫૯૮૩ હેકટરમા ઘાસચારો વાવ્યો છે . જયારે શાકભાજીનુ વાવેતર હેકટરમા થયુ છે . જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાક તરીકે આ ઉપરાંત જીરૂ , લસણ , મકાઇ વિગેરે પાક પર પણ પસંદગી ઉતારી છે . સાવરકુંડલા - ખાંભા અને બાબરા તાલુકામાં સૌથી વધુ ચણા વવાયા જિલ્લામા ચણાના વાવેતરમા સાવરકુંડલા , બાબરા અને

ખાંભા તાલુકો અગ્રેસર છે . સાવરકુંડલા તાલુકાના ૧૧૪૧૫ હેકટરમા ચણા વવાયા છે . જયારે બાબરા તાલુકામા ૧૦૬૧૩ તથા ખાંભા તાલુકામા ૧૦૩૨૫ હેકટરમા ચણા વાવવામા આવ્યા છે . સૌથી વધુ રવિ પાક બાબરા તાલુકામાં વવાયો છે.રવિ પાકના વાવેતરમા બાબરા તાલુકો સૌથી અગ્રેસર રહ્યો છે . બાબરા તાલુકામા ૨૦૫૫૫ હેકટરમા રવિ પાક વવાયો છે . ઉપરાંત સાવરકુંડલા તાલુકામા ૧૯૧૨૯ , રાજુલા તાલુકામા ૧૬૮૯૬ તથા ખાંભા તાલુકામા ૧૫૯૨૯ હેકટરમા રવિ પાક વવાયો છે . રવિ પાકનુ સૌથી ઓછુ વાવેતર લાઠી તાલુકામા ૩૦૭૦ હેકટર અને લીલીયા તાલુકામા ૩૦૦૪ હેકટરમા થયુ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.